Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર વર્ષ પહેલાં બહાર આવ્યું હતું પ્રકરણઃ
જામનગર તા. ૧: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાર વર્ષ પહેલાં બહાર આવેલા ચકચારી યૌનશોષણ પ્રકરણમાં સંડોવાયેલા એચઆર મેનેજરનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. આ શખ્સ સામે કોવિડ વિભાગમાં નોકરી કરતી કેટલીક યુવતીઓએ ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા કોવિડ વિભાગમાં ફરજ બજાવતા મહિલાઓ તથા સુપરવાઈઝરોએ વર્ષ ૨૦૨૧ના જૂન મહિનામાં કલેકટરને આવેદન પાઠવી કોવિડ હોસ્પિટલમાં ગોરખધંધા ચાલતા હોવાની વિગત પૂરી પાડી હતી. જેના પગલે ખળભળાટ મચ્યો હતો અને તત્કાલિક મુખ્યમંત્રી જામનગર દોડી આવ્યા હતા.
જે તે સમયે કલેક્ટરે ગેઝેડેટ ઓફિસરની ટીમ બનાવી તપાસનો આદેશ કરતા કોવિડ વિભાગના કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં સેક્સ કૌભાંડ બહાર આવ્યું હતું. સુપરવાઈઝર અકબરઅલી નાયર તથા એચઆર મેનેજર એલ.બી. પ્રજાપતિ નામના શખ્સો હોસ્પિટલમાં કામ કરતી યુવતીઓની છેડતી કરતા હોવાનું અને દબાણમાં નોકરી કરવા મજબૂર કરતા હોવાનું બહાર આવ્યું હતું. એલ.બી. પ્રજાપતિ આવાસમાં રાખેલા એક મકાનમાં લઈ જઈ યુવતીઓનું શોષણ કરતા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી હતી.
બંને શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધી ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે દલીલ કરી હતી કે, એલ.બી. પ્રજાપતિ સામે અગાઉ પણ દુષ્કર્મનો કેસ થયો છે અને તમામ સાક્ષીએ આરોપીને ઓળખી બતાવ્યો છે. તેથી આરોપીને મહત્તમ સજા આપવી જોઈએ તેની સામે બચાવપક્ષે દલીલ કરી હતી કે, પ્રકરણ ચકચારી બન્યું હોવાના કારણ માત્રથી આરોપીએ યૌનશોષણ કર્યું હોવાનું સાબિત માની ન શકાય, તે ઉપરાંત કોવિડકાળ પૂર્ણ થતાં તમામને નોટીસ વગર છૂટા કરવામાં આવ્યા હતા. તેથી આરોપી એચઆર મેનેજર હોવાના કારણે તેઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અદાલતે બંનેની દલીલો સાંભળ્યા પછી આરોપી લોમેશ પ્રજાપતિનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial