Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રિવાબા જાડેજા, કોર્પોરેટરો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧: જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસોથી જામનગરના વોર્ડ નં.૨માં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૯.૩૯ કરોડના વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાયો હતો.
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસોથી વોર્ડ નંબર ૨ માં ૯.૩૯ કરોડના જુદા જુદા પાંચ વિકાસ કાર્યો નું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાયું છે, અને વોર્ડ નંબર ૨ માં નવા સી.સી. રોડ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સહિતના કામો શરૂ થઈ ગયા છે.
આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે સ્થાનિક વિસ્તારના કોર્પોરેટરનુ જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન ભારાઈ, વોર્ડ નંબર ૨ ના ભાજપના અન્ય હોદ્દેદારો ઉપરાંત શહેર ભાજપના અન્ય સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા. તેઓની હાજરીમાં નવા પાંચ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત કરાયા હતા. જેમાં ભૂત બંગલાથી કષ્ટભંજન હનુમાન મંદિર સુધી ૨ કરોડ ૪૨ લાખના ખર્ચે સીસી રોડ, ઉપરાંત બાપાસીતારામ મંદિર થી મચ્છર નગર ખોડીયાર મેરેજહોલ સુધીના એક કરોડ ૨૮ લાખના ખર્ચે સીસી રોડ ના કામ નું ખાતમુહૂર્ત કરાયું હતું.
ત્યારબાદ ધરાનગર બાપા સીતારામની મઢુલીથી શહીદી હોટલ સુધી રૂપિયા ૭૫ લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યારે ભૂતિયા બંગલાથી નવી હાઇકોર્ટ બિલ્ડીંગ થઈને માજોઠીનગર રેલવે ટ્રેક પૂલિયા સુધીનું અંદાજે ૪ કરોડ ૫૧ લાખના કામનું લોકાર્પણ કરાયું હતું, સાથોસાથ મોમાઈનગરથી કેનાલ સુધીના સ્ટ્રોંમ વોટર ડ્રેનેજનું અંદાજે ૪૨.૭૭ લાખના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આમ કુલ ૯ કરોડ ૩૯ લાખના વિકાસ કામો વોર્ડ નંબર -૨ માં હાથ ધરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial