Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયર, કલરની ડોલ, એસી ચોરી કરી લીધા હતાઃ
જામનગર તા. ૧: જામનગરના મસીતીયા-કનસુમરા રોડ પર ઔદ્યોગિક વસાહતમાં એક ઓફિસમાંથી એસી, ઈલેકટ્રીક વાયર, કલરની સાત ડોલ ચોરાઈ ગઈ હતી તેની તપાસમાં પોલીસે મસીતીયા ગામના બે શખ્સને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. મુદ્દામાલ અને ચોરીમાં વાપરેલુ છોટા હાથી કબજે કરાયું છે.
જામનગરના મસીતીયાથી કનસુમરા રોડ પર આવેલી એપલ ઈન્ડસ્ટ્રીયલ-૪ ઔદ્યોગિક વસાહતમાં સાઈટની કન્ટેનર ઓફિસમાંથી શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં ચોરી થયાની બિપીનભાઈ ચોવટીયાએ ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ગુન્હાની તપાસ પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે. રાઠોડની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી તે દરમિયાન બે શખ્સ છોટા હાથી જેવા વાહનમાં મસીતીયા રોડ પર જેટકો નજીક મુદ્દામાલ સગેવગે કરવાની તજવીજ કરે છે તેવી બાતમી મળી હતી.
તે બાતમીના આધારે ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે સ્થળ પરથી મસીતીયાના કમરૂદ્દીનનગરમાં રહેતા ઈમરાન ગફાર ખફી તથા હસન બોદુભાઈ બુધાણી નામના બે શખ્સને દબોચી લીધા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ચોરીની કબૂલાત આપી છે. પોલીસે જીજે-૧૦-ટીએક્સ ૯૫૭૧ નંબરનું છોટા હાથી તેમજ ચોરાઉ એસી, કલરની સાત ડોલ અને ૩૦૦ મીટર વીજ વાયર મળી કુલ રૂા.૪ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે અને બંને શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial