Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પોલીસવડાને પાઠવાયું આવેદનપત્રઃ
જામનગર તા. ૧૦: હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ગરીબ નવાઝ)ની શાનમાં ગુસ્તાખી કરનાર શખ્સ સામે ગુન્હો દાખલ કરવાની માંગ સાથે જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જામનગર જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ ઈસુબભાઈ અલારખાભાઈ સમાની આગેવાની હેઠળ જામનગર જિલ્લા પોલીસવડાની કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું હતું અને મુસ્લિમ ધર્મના સુફી સંત હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લા અલયહને (ખ્વાજા ગરીબ નવાઝને ગાળો આપીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવા માગણી કરવામાં આવી હતી.
આ ફરિયાદમાં જણાવાયા અનુસાર કરણ ઉર્ફે ગોસાઈ નામના આરોપીએ પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ખ્વાજા ગરીબ નવાઝની શાનમાં અપશબ્દો કહ્યા હતા અને ગાળો આપી હતી. જે અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અમૂક તત્ત્વો દ્વારા દેશમાં શાંતિ, સલામતી અને અખંડતા જળવાય ન રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ કરીને હિન્દુ-મુસ્લિમ સમાજમાં ઝઘડા થાય તેવા પ્રયાસો કરાય છે. આથી આવા શખ્સો સામે ગુન્હો નોંધીને તેની પાસે માફી મંગાવવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા કૃત્યો કરવાનો કોઈ પ્રયત્ન કરે નહી. આ આવેદન પાઠવતા સમયે જામનગરના કોર્પોરેટર જેનબબેન ખફી પણ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial