Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા વિસ્તાર વિકાસ મંડળ દ્વારા લેબર સેસના દરમાં પાંચ ગણો વધારો

'ખાડા'ના વિકાસનો પ્રજાને ડામ...!!

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: ખંભાળીયા વિસ્તાર વિકાસ મંડળ ખાડાની સ્થાપનાના વર્ષો પછી તાજેતરમાં ખાડાએ તેનો ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરી વાંધા - સૂચનો સાથે સરકારમાં મોકલ્યો છે, જેની મંજૂરી હવે આવનાર છે, ત્યારે ખાડા દ્વારા વિકાસનો ડામ પ્રજા પર લગાડાયો છે, જેથી ભારે વિરોધની લાગણી ઉઠી છે.

ખંભાળીયા વિસ્તાર વિકાસ મંડળ ખાડા કે જેમાં ભાગ્યે જ રેગ્યુલર અધિકારી હોય છે. ઈન્ચાર્જના થીંગડાથી જ વહીવટ ચાલે છે, પણ ખંભાળીયા નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીથી બાંધકામ મંજૂરી ખાડા પાસે હોય, અત્યાર સુધીમાં કરોડો રૂપિયા બાંધકામ મંજૂરીના પ્રજા પાસેથી લીધા છે, પણ વિકાસના નામે હજુ એક રૂપિયો પણ ખર્ચયો નથી તેવા ખાડા દ્વારા નવો ભાવ વધારો કરાતા ભારે વિરોધ ઉઠ્યો છે.

ખાડાના ડેવલપમેન્ટ પ્લાનના આયોજન પહેલા લેબર સેસનો દર રૂ।. ૩૦ હતો, તેમાં મોટો વધારો કરીને લોડબેરીંગ જગ્યામાં મીટરના ૧૩૯ રૂપિયા તથા બીમ કોલમ જગ્યામાં મીટરના રૂ।. ૧૪૯ - પ ગણો વધારો તો ડેવલપમેન્ટ ચાર્જ નામના નવો ચાર્જ લાગુ કરાયો છે. જેનો ચાર્જ ખૂલ્લા પ્લોટમાં મીટરે રૂ।. રપ તથા બાંધકામમાં રૂ।. પ૦ મીટરે છે, જે પહેલા ન હતો...! આને કારણે અગાઉ ચાર્જ એક ફાઈલનો સામાન્ય રીતે રૂ।. ર૦ હજાર જેટલો થતો તે હવે ૪૦/૪પ હજારે પહોંચી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh