Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત વધતી જતી કામગીરીઓમાં રાહત આપવા માંગઃ
જામનગર તા. ૧૦: જામનગરમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોએ તેમની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓ અંગે સીડીપીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
કાર્યકર્તા બહેનોએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે પૌષ્ટિક નાસ્તો અને ભોજન તૈયાર કરવા માટે સરકાર તરફથી એડવાન્સ રકમ આપવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા ૬ મહિનાથી આ રકમ મળતી ન હોવાથી તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. જેના કારણે પોતાના ખર્ચે વ્યવસ્થા કરવી પડતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કાર્યકર્તાઓ પર સતત વધતી જતી કામગીરી અને જવાબદારીઓમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ મહેનતાણું સમયસર ચૂકવવામાં આવે તેમજ કામગીરી માટે જરૂરી સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
આંગણવાડી કાર્યકર્તા બહેનો એ તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ નો વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial