Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ શખ્સ સામે મહેફિલ માણવા અંગે ગુન્હોઃ
જામનગર તા. ૫: કાલાવડના મોટા વડાળા ગામની સીમમાં એક ખેતર સ્થિત મકાનમાં ગઈરાત્રે જામેલી દારૂની મહેફિલ પર કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી છ શખ્સ મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. અડધી બોટલ દારૂ કબજે લેવામાં આવ્યો હતો. ઝાખરના પાટીયા પાસેથી નાઘેડીનો એક શખ્સ ચાર ચપલા સાથે ઝડપાઈ ગયો હતો.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં એક ખેતરમાં ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈને દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફે બારેક વાગ્યે મોટા વડાળા ગામમાં વજુભાઈ પરસોત્તમભાઈ બાસીડા નામના ખેડૂતના ખેતર સ્થિત મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાં ઈંગ્લીશ દારૂનો આસ્વાદ માણી રહેલા મીઠી વિરડી ગામના સુરેશભાઈ ગોવિંદભાઈ કપુરીયા, રાજકોટના સોરઠીયા પાર્કમાં રહેતા ચિરાગ સુરેશભાઈ કપુરીયા, રાજકોટના લાલ પાર્કવાળા દિનેશ કેશુભાઈ કપુરીયા, રાજકોટના રવિરાજસિંહ જીલુભા સોલંકી, દિવ્યરાજસિંહ ચંદ્રસિંહ રેવર, રાજકોટના મવડી ગામના મનોજ વિરજીભાઈ ગોંડલીયા નામના છ શખ્સ મળી આવ્યા હતા.
સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની એક અડધી બોટલ કબજે કરી છે. તમામ છ સામે પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસેથી ગઈરાત્રે જઈ રહેલા નાઘેડી ગામની માધવ રેસીડેન્સી-૧માં રહેતા ચિરાગ ઉર્ફે સિદ્ધરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલી મેઘપર પોલીસે રોકાવી તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી સિદ્ધરાજસિંહની અટકાયત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial