Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધશ્રદ્ધા નિર્મુલન અંગે જાથા દ્વારા કાર્યવાહીઃ
જામનગર તા. ૫: જામનગરના એક યુવતીએ પોતાને શિવજીનો સાક્ષાત્કાર થયો છે તેવી વિગત સાથે વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યા પછી જામનગર દોડી આવેલી ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી તે યુવતીના ઘેર જઈ સાક્ષાત્કાર અંગેના પુરાવાઓ માંગ્યા પછી આ યુવતીએ પોતાની પાસે પુરાવા ન હોવાનું જણાવી હવે આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં નહી મૂકે તેવી ખાતરી આપી હતી.
જામનગરના મમતાબેન દવે નામના યુવતીએ થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવીને મૂક્યો હતો. જેમાં તેઓએ શિવ ભગવાનનો પોતાને સાક્ષાત્કાર થયો હોવાનું જણાવી કેટલીક રાજકીય ભવિષ્યવાણીઓ પણ કરી હતી.
ઉપરોક્ત વાયરલ વીડિયોથી અંધશ્રદ્ધા પ્રસરતી હોવાની રજૂઆત રાજકોટ સ્થિત ભારત જનવિજ્ઞાન જાથાને મળતા તેના ચેરમેન જયંત પંડયા તથા તેમની ટીમ જામનગર દોડી આવી હતી. તે પછી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી મમતાબેનના ઘેર પહોંચેલી જાથાની ટીમે આ યુવતીને શિવના સાક્ષાત્કારના પુરાવા આપવાનું જણાવવા ઉપરાંત આવી અફવા ફેલાવવા અંગે કઈ રીતે કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેની લંબાણપૂર્વકની વિગતો પૂરી પાડ્યા પછી આ યુવતીએ ભૂલનો સ્વીકાર કરી માફી માંગી હતી અને આ પ્રકારના ભ્રામક દાવા કરતા વીડિયો હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ નહી કરે તેવી ખાતરી આપી હતી. તેની સાથે વિજ્ઞાન જાથાએ ૧૨૮૭ના ક્રમાંકનું અંધશ્રદ્ધા નિર્મૂલન ઓપરેશન પૂર્ણ કર્યંુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial