Advertisement
Author: નોબત સમાચાર

ઝીરો શેડો ડેઃ જામનગરના નભોમંડળમાં સર્જાયેલી ખગોળીય ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન

શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ, ખગોળમંડળ અને રંગતાલી ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાયોઃ

                                                                                                                                                                                                      

જામનગરના નભોમંડળમાં ગુરૂવારે *ઝીરો શેડો ડે* તરીકેની ઉજવણી કરાઈ હતી બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્ય માથા પર આવ્યો, અને તેનો પડછાયો સીધો જમીનમાં ઉતરી ગયો હતો, જેનું પ્રત્યક્ષ નિદર્શન જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયું હતું. સૂર્યપ્રકાશને જીલી શકાય તે રીતેની ટેબલ પર વ્યવસ્થા ગોઠવી સફેદ પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું, જેના ઉપર પારદર્શક કાચ મૂકવામાં આવ્યો હતો, અને ત્યાર પછી પૃથ્વીનો ગોળો, લંબકાર, ગોળાકાર પાઇપ, સ્કેવેર, ત્રિકોણ, બોલ, સહિતના જુદા જુદા ઉપકરણો મૂકીને તેનો પડછાયો પ્રદર્શિત કરી બરાબર ૧૨ વાગ્યા ને ૪૮ મિનિટે પડછાયો સીધી લીટીમાં આવ્યો ત્યાં સુધીનું અને ત્યાર પછી સૂર્ય પ્રકાશ ઉલટી દિશા તરફ આગળ ધપ્યા સુધીનું પરફેક્ટ નિદર્શન યોજાયું હતું. ધ્રોળની શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના ડાયરેકટર ડો. સંજય પંડ્યા અને તેઓની ટિમના કોમ્યુનિકેટર પંકજ ડાંગર, હાર્દિક કણજારીયા, સદ્દામ નારેજા, ખગોળ મંડળ જામનગરના કિરીટભાઈ શાહ અને અમિતભાઇ વ્યાસ દ્વારા સમગ્ર ખગોળીય ઘટનાની માહિતી આપવામાં આવી હતી. જામનગરના પ્રદર્શન મેદાનમાં રંગતાલી ગ્રુપના સંજય જાની તેમજ મેળા ઓર્ગેનાઇઝર શબ્બીરભાઈ અખાણી દ્વારા જાહેર નિદર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh