Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટને સૂચના આપતા થશે સમાધાનઃ
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા પાલિકાના રોજમદાર કર્મચારીઓ વર્ષોથી રોજમદાર તરીકે ફીક્સ પગારમાં કામ કરતા હોય, પાલિકાના કર્મચારીઓ વર્ષો પહેલા લેબર કોર્ટમાં જતા કોર્ટે કાયમી જગ્યાઓ ખાલી છે ત્યારે આ કર્મચારીઓને લેવા આદેશ કરતા તત્કાલીન ચીફ ઓફિસર સોની દ્વારા તમામ ૩૧ જેટલા કર્મચારીઓને કાયમી કરવા હુકમ તૈયાર કર્યા હતા તેમાં જાવક નંબર સાથે હુકમો પણ તૈયાર થઈ ગયા હતા પછી કાંઈક વાંધો થતા કે કોઈ રાજકીય વ્યક્તિને 'માઠું' લાગતા આ ઓર્ડર અપાયા નહીં. આથી નારાજ થયેલા પાલિકાના કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવતા હાઈકોર્ટે તેમને કાયમી કરવાનો હુકમ આપેલો જેની સામે પાલિકા ડબલ જજની બેંચમાં જતાં તેમાં પાલિકા જીતી ગઈ હતી તથા રોજમદારો હારી ગયા હતા. તે પછી રોજમદારોએ ઐતિહાસિક અને રેકોર્ડ રૂપે સુપ્રિમ કોર્ટ દિલ્હીમાં જવા નક્કી કરેલું અને ફીકસ ૧૪/૧૫ હજારમાં મહિને ૨૦/૨૫/૩૦ વર્ષોથી કામ કરતા આ રોજમદારોએ માંડ માંડ નાણા વકીલના મેળ કરી સુપ્રિમમાં રીટ કરેલી. જે અરજી સ્વીકારાઈ હતી. તે પછી કેસ ચાલ્યો હતો જેમાં રોજમદારોની અરજી યોગ્ય હોય, કોર્ટ દ્વારા તેમને સમાધાનકારી પગલાનો આદેશ કર્યાનું બહાર આવેલ છે.
અનેક મૃત્યુ/નિવૃત્ત થઈ ગયા
ખંભાળીયા પાલિકાના રોજમદાર કર્મચારીઓનો આ જંગ અદ્ભુત છે. ૩૧/૩૨ કર્મચારીઓએ આ લડત શરૂ કરેલી જેમાં પાંચ-છ મૃત્યુ પામ્યા, પાંચ-છ નિવૃત્ત થઈ ગયા છતાં લડત ચાલુ રાખી હતી. છેવટે સુપ્રિમ કોર્ટ સુધી ગયા અને તેમનો પ્રશ્ન પતે અને તેમને કાયમી લાભ મળે તેવી સંતાવના થઈ છે.
ઉલ્લેખનિય છે કે, ખંભાળીયા નગરપાલિકાના કર્મચારી રોજમદારને જ કાયમી થવામાં તકલીફ થઈ છે તથા છેક હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી પહોંચવું પડયું તેનો પણ રેકોર્ડ છે !!
હાલારની અન્ય નગરપાલિકાઓ દ્વારકા, કાલાવડ, જામજોધપુરમાં આવી જ રીતે રોજમદારોનો કાયમીનો પ્રશ્ન હતો જેમાં હાઈકોર્ટમાં જતાં જ તેમને કાયમી કરી લેવાયા હતા પરંતુ આ રોજમદારોને છેક સુપ્રિમ કોર્ટ સુધી લાંબુ થવું પડયું તેમાં સ્થાનિક રાજકારણે મોટો ભાગ ભજવ્યાનું પણ કહેવાય છે. તાકીદે સમાધાન કરી પગલાનો અમલ થાય તેવું કર્મચારીઓ ઈચ્છે છે.
સમાધાન
સુપ્રિમ કોર્ટ દ્વારા આ રોજમદારોની અરજીઓ અંગે લોક અદાલતમાં હાઈ કોર્ટને સમાધાન માટે બેઠક યોજીને કેસનો નિકાલ કરવા જણાવાતા જામનગરમાં સમાધાન માટે બેઠક મળી હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા પણ સમાધાનની સહમતિ કરાઈ છે. ત્યારે આગામી સમયમાં વીડિયો કોન્ફરન્સથી અરજદારો શહેરી વિકાસ તથા જસ્ટીસ હાઈકોર્ટની બેઠકમાં નિર્ણય આવશે. પાલિકાના રોજમદારોએ અગાઉ તેમનો હુકમ થયો હતો તે મુજબની અસરથી લડત આપવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial