Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંથર ગતિએ આગળ વધતુ ચોમાસું પશ્ચિમ કિનારે અટવાયુ છેઃ ૧૦ રાજ્યોમાં હાયેસ્ટ તાપમાન
નવી દિલ્હી તા. ૧૭: ચોમાસું પશ્ચિમ કિનારે અટકયું છે. જે મુંબઈ ૭-૮ દિવસમાં પહોંચશે. દેશના ૧૦૩ જિલ્લામાં જ સામાન્ય વરસાદ થયો છે. રાજસ્થાનના ૨૩ જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ અપાયુ છે. આગામી બે દિવસમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.
મોન્સૂન ૮ જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે. હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, મોન્સૂનને મુંબઈ પહોંચવામાં ૭-૮ દિવસ લાગી શકે છે. તેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર એરિયા એટલે કે ડિપ્રેશન ન બનવું છે. મોન્સૂનની ધીમી ગતિને કારણે દેશના ૭૨૩ જિલ્લાઓમાંથી માત્ર ૧૦૩માં જ સામાન્ય વરસાદ થયો છે.
રાજસ્થાનના જયપુર, ભરતપુર અને કોટા સહિત ૨૩ જિલ્લાઓમાં આજે વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઝુનઝુનુ સહિત રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૨ ઇંચ વરસાદ થયો છે. મધ્ય પ્રદેશના રાયસેન, છિંદવાડા, ગ્વાલિયર અને સાગર સહિત ૮ જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદની અસર રહેશે. બિહારના ભાગલપુર, પૂર્ણિયા અને ચંપારણ સહિત ૨૬ જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ છે. મંગળવારે પટના સહિત ૭ જિલ્લાઓનું તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહૃાું.
દિલ્હી-એનસીઆરમાં મંગળવારે વરસાદ અને તેજ પવનો ફૂંકાયા. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૬ ડીગ્રી સુધી ઓછું નોંધાયું, જેના કારણે આ જૂનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહૃાો. ૪ જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન ૧૩ દિવસમાં ૧૯ રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે.
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને મધ્ય પ્રદેશના ઘણા શહેરોમાં સોમવારે પારો ૪૦ ડીગ્રીથી વધુ રહૃાો. દેશમાં સૌથી વધુ પારો ઉત્તર પ્રદેશના વારાણસીમાં નોંધાયો. અહીં પારો ૪૩ ડીગ્રી રહૃાો. જ્યારે યુપીના બાંદા અને પ્રયાગરાજમાં ૪૨.૬ ડીગ્રી, એમપીના ખજુરાહોમાં ૪૨.૨ ડીગ્રી, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં ૪૨.૨ ડીગ્રી અને ઓડિશાના બૌધમાં ૪૨.૬ ડીગ્રી રહૃાો.
આવતીકાલે બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની સંભાવના. બિહારમાં કેટલીક જગ્યાએ ૫૦-૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે.
આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં ૪૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાવાની સંભાવના છે.
૧૯મી જૂને * સિક્કિમ, ઉત્તર બંગાળ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વરસાદ સાથે ૪૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહી શકે છે. જેટ સ્ટ્રીમ નબળી પડતાં ચોમાસું આગળ વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જેટ સ્ટ્રીમની વર્તમાન પેટર્ન નબળી પડતાં ચોમાસાના પવનો તેજ બનશે. આગામી ૪-૫ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને અન્ય ભાગોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની શકે છે. જેટ સ્ટ્રીમ વાતાવરણના ઉપલા સ્તરોમાં વહેતા અત્યંત તેજ પવનો છે. તે સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી લગભગ ૮ થી ૧૫ કિલોમીટરની ઊંચાઈએ હોય છે. તે ચોમાસાના વાદળો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભને અસર કરે છે.
મધ્ય પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી હવે ૨૧ થી ૨૩ જૂન વચ્ચે થવાનો અંદાજ છે. આઈએમડી (હવામાન કેન્દ્ર) અનુસાર, તેલંગાણાના ભદ્રાચલમમાં ચોમાસું એક સપ્તાહથી અટકેલું છે. આ કારણે એમપીની સાથે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં તે મોડું થયું છે. અલનીનોની અસરના કારણે બિહાર સહિત સમગ્ર દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. પરિણામે, રાજ્યના ઘણા જિલ્લાઓ આકરા તાપ અને ભેજવાળી ગરમીની ઝપેટમાં છે. મંગળવારે પટના સહિત ૭ જિલ્લાનું તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહૃાું.
હરિયાણામાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષોભને કારણે સમય પહેલાં ચોમાસાનો અનુભવ થઈ રહૃાો છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૨૦ જૂન સુધી વરસાદનો દોર આ જ રીતે ચાલુ રહેશે. આજે રાજ્યના સિરસા, હિસાર અને જીંદ સહિત ૧૭ જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, તરનતારન અને કપૂરથલા સહિત પંજાબના ૧૬ જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial