Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના વિખ્યાત તાજિયા આસ્થા ઉપરાંત કલા, સંસ્કૃતિ અને કોમી એક્તાનું પ્રતીકઃ
જામનગર શહેર મોહર્રમ દરમિયાન તેના ભવ્ય અને કલાત્મક તાજિયાઓ માટે સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા તાજિયાઓનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. કારીગરો અને તાજિયા કમિટીઓ દ્વારા સુંદર કારીગરી, આકર્ષક ડિઝાઈન અને પરંપરાગત શૈલીમાં તાજિયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઈસ્લામના ઈતિહાસમાં કરબલાની ઘટના અને હઝરત ઈમામ હુસૈન (અ.સ.) તથા તેમના સાથીઓની શહાદતની યાદમાં મોહર્રમના પવિત્ર દિવસોમાં તાજિયાઓ બનાવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. જામનગરમાં બનતા તાજિયાઓ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ શહેરની કલા, સંસ્કૃતિ અને કોમી એકતાનું પણ પ્રતિબિંબ છે. મોહર્રમ નજીક આવતા વિવિધ વિસ્તારોમાં તાજિયાઓને અંતિમ ઓપ આપવાની કામગીરી તેજ બની છે. રંગબેરંગી સજાવટ, આકર્ષક કોતરણી અને કલાત્મક નક્શીકામથી સજ્જ તાજિયાઓ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. દર વર્ષે હજારો લોકો આ તાજિયાઓના દર્શન કરવા ઉમટી પડતા હોય છે, જેના કારણે જામનગરના તાજિયાઓની ખ્યાતિ રાજ્યભરમાં પ્રસિદ્ધ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial