Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બેને ગંભીર ઈજાઃ કેટલાક પ્રશ્નો ઉપસ્થિતઃ પોલીસ દ્વારા સઘન તપાસઃ
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયાના બજાણા ગામમાં વીજ થાંભલા ઉભા કરવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર પેઢીના શ્રમિકો ગઈકાલે કામ કરતા હતા. આ વેળાએ એક થાંભલો ધડાકા સાથે ધરાશાયી થતાં તેની નીચે બે પરપ્રાંતીય શ્રમિક ચગદાઈને મૃત્યુ પામ્યા છે અને ત્રણ શ્રમિકને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે ખસેડાયેલા વધુ એક શ્રમિકનું મૃત્યુ નિપજતા આ બનાવમાં મૃત્યુઆંક ત્રણનો થયો છે. પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના બજાણા ગામ પાસે આવેલી વિન્સોલ નામની કોન્ટ્રાક્ટર કંપની દ્વારા વીજપોલ ઉભા કરવાનો કોન્ટ્રાક્ટ મેળવાયા પછી ગઈકાલે બજાણામાં મહાકાય વીજ પોલ ઉભો કરવામાં આવતો હતો.
આ કામગીરી દરમિયાન ત્યાં કામ કરી રહેલા મૂળ પશ્ચિમ બંગાળના મલદારા જિલ્લાના બામલગોલ તાલુકાના અને ધમુઆ ગામના વતની તન્મય પ્રિયરંજન મૂર્મુ (ઉ.વ.રપ) તથા તે જ ગામના ઈસ્તારૃન માજેદ શેખ (ઉ.વ.૨૧) નામના બે શ્રમિક તાર ખેંચી રહ્યા હતા ત્યારે જ તેમના પર આ થાંભલો ધસી પડ્યો હતો.
૨૨૦ કિલો વોટ ઈલેકટ્રીક લાઈન જેના પરથી પસાર કરવાની હતી તે ટાવર ધડાકાભેર ધરાશાયી થતાં તેની નીચે તન્મય અને ઈસ્તારૃન દબાઈ ગયા હતા. જયારે ૫રિમલ મરાંદી, એસ.કે. બાદલ સહિતના અન્ય ત્રણ શ્રમિક પણ ચગદાયા હતા.
ભારે દેકારા વચ્ચે ત્રણેયને હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરાઈ હતી. સ્થળ પર જ તન્મય તથા ઈસ્તારૃન ના મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું. બાકીના ત્રણ ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી પરિમલ મરાંદી નામના ત્રીજા શ્રમિકનું સારવાર દરમિયાન જામનગર દવાખાને મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
ત્યાં કરવામાં આવી રહેલી કામગીરી વખતે મૃતક શ્રમિકોને નિયમ મુજબ સુરક્ષા ના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ? કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા તેઓનો વીમો લેવામાં આવ્યો હતો કે નહીં? શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે કે નહીં? વગેરે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે ત્યારે વિજય ભીખાભાઈ ભોચીયાએ આ બનાવની પોલીસને જાણ કરી છે. આવી હેવી વીજલાઈન તથા મોટા ટાવર પોલ ઉભા કરવાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવાઈ છે કે કેમ? તેની ખંભાળિયાના પીઆઈ બી.જે. સરવૈયા તથા સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial