Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    કાલાવડ શહેર-ખંઢેરામાંથી આથો મળી આવ્યોઃ
જામનગર તા. ૧૪: ધ્રોલ નજીક બાવની નદીના કાંઠે ધમધમતી દેશી દારૃની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી આથો, દારૃ, સાધનો કબજે કર્યા છે. જ્યારે જોડીયામાં મહિલા સંચાલિત દેશી દારૃની ભઠ્ઠી મળી આવી છે. કાલાવડ શહેર તથા ખંઢેરામાંથી આથો કબજે કરવામાં આવ્યો છે.
ધ્રોલના ચામુંડા પ્લોટ પાછળ બાવની નદીના બંધથી આગળ દેશી દારૃની ભઠ્ઠી શરૃ થઈ હોવાની બાતમી પરથી ધ્રોલ પોલીસે ગઈકાલે દરોડો પાડ્યો હતો. રમઝાન રસુલ મકવાણા નામના શખ્સની આ ભઠ્ઠીના સ્થળેથી પોલીસે તૈયાર દેશી દારૃ, ૬૫ લીટર આથો, ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે. પોલીસના દરોડા પહેલાં આરોપી ફરાર થયો છે.
જોડિયા નજીક ઉંડ ડેમની પાળી પાસે પૂજાબેન શૈલેષ વાઘેલા નામના મહિલાની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ૩૦ લીટર આથો, દેશી દારૃ, સાધનો મળી આવ્યા હતા.
કાલાવડ શહેરના મીઠી વિરડી વિસ્તારમાંથી વાઘેલા ગાંડુભાઈ ગગજીભાઈ નામનો શખ્સ ૧૩ લીટર આથા સાથે ઝડપાયો છે. જ્યારે દેવીપૂજક વાસમાંથી વનીતાબેન મેરૃભાઈ વાઘેલા નામના મહિલાનો ૧૨ લીટર આથો કબજે કરાયો છે. ખંઢેરા ગામમાં લક્ષ્મીબેન લાલજી વાઘેલાના ફળીયામાંથી દસ લીટર આથો મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial