Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગભરાટઃ સુનામીની ચેતવણી
એથેન્સ તા. ૧૪: આજે વહેલી સવારે ગ્રીસના ટાપુ પાસે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને ૬ દેશોની ધરા ધ્રુજી હતી. એ પછી સુનામીની ચેતવણી પણ જાહેર કરાઈ હતી.
આજે વહેલી સવારે ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે જોરદાર ભૂકંપ નોંધાયો હતો, જેની અસર મિસ્ત્રથી લઈને ઈઝરાયલ સુધી જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતા ૬.૩ રિકટલ સ્કેલ નોંધાઈ છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે, લોકો ડરી ગયા હતાં અને ઘરની બહાર ભાગવા લાગ્યા હતાં. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીયોસાઈન્સ અનુસાર, ગ્રીસના ક્રીટ દ્વીપ પર બુધવારે (૧૪ મે) વહેલી સવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ૮૩ કિલોમીટર ઉંડાણ પર આવ્યો હતો. અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન અથવા જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળ સ્થિતિ પર નજર રાખી રહ્યંુ છે. આ સાથે જ લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ગ્રીસના આ ભૂકંપની અસર મિસ્ત્ર અને ઈઝરાયલ સુધી જોવા મળી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સરવે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમયાનુસાર ૧:૫૧ વાગ્યે આવ્યો હતો. જેના આંચકા મિસ્ત્રના કાહિરા સાથે- સાથે ઈઝરાયલ, લેબેનોન, તુર્કિયે અને જોર્ડનમાં પણ અનુભવાયા હતાં.
ગ્રીસના આબોહવા સંકટ અને નાગરિક સુરક્ષા મંત્રાલયે સોશિયલ મીડિયા પર સુનામીનું જોખમ હોવાની ચેતવણી જાણ કરી છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ગ્રીસ ઈમરજન્સી મેનેજમેન્ટે ભૂકંપની તીવ્રતા ૫.૯ ગણાવી અને કાસોસથી ૩૦ માઈલ દક્ષિણ-પૂર્વમાં તેનું કેન્દ્ર હોવાનું જણાવ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial