Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ના નિવૃત્ત કર્મચારીઓને ગ્રેચ્યુઈટી, હક્ક રજાના નાણાની ચૂકવણી

ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા નગરપાલિકામાં ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતા ગ્રેચ્યુઈટી, હક્ક રજાના નાણા સહિતના હક્ક-હિસ્સાઓનું ચૂકવણું કરવામાં આવ્યું હતું.

૧૮ કર્મચારીને રૂ. એક કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં. કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શન મુજબ નગર પાલિકા દ્વારા કરકસર કરીને આ ચૂકવણું ચીફ ઓફિસર ચેતન ડુડીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, દંડક મહેશભાઈ ધોરીયા, મુક્તાબેન નકુમની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh