Advertisement
Author: નોબત સમાચાર

ધોરણ ૮ પછીના વિદ્યાર્થીઓ માટે સમર સ્કીલ વર્કશોપનું આયોજન

આઈ.ટી.આઈ. જામનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના ઔદ્યોગિક તાલિમ સંસ્થા (આઈ.ટી.આઈ.) દ્વારા ધોરણ ૮ પછીના વિદ્યાર્થીઓ માટે હાલના વેકેશનના સમયગાળામાં અઠવાડીયામાં પાંચ દિવસ સુધી દરરોજના બે કલાક અથવા બે દિવસ સુધી દરરોજના પાંચ કલાક એમ કુલ દસ કલાકના સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સમર સ્કીલની વર્કશોપ ટ્ર્ેનીંગમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

(૧) વર્કશોપમાં સલામતીનું મહત્વ તેમજ ઘરેલુ વપરાશમાં ઉપયોગી ઈલેકટ્રીક સર્કિટ, ટૂલ્સ, સાધનો તેમજ ઈલેકટ્રીક કાર્ય કરતી વખતે ધ્યાનમાં લેવાના સલામતી પગલાં (૨) સીલિંગ ફેનનું સંપૂર્ણ મિકેનિઝમ અને તેની ઝડપને નિયંત્રીત કરતા રેગ્યુલેટર પાછળનું વિજ્ઞાન તેમજ એલ.ઈ.ડી. અંગેની સમજ (૩) પ્રકાશ/શેડના ખ્યાલનો ઉપયોગ કરીને થ્રીડી પ્રિન્ટીંગનો પરીચય તેમજ પીક્સેલના કદ બદલવાની સમજૂતી (૪) ફ્યુઝ, એમ.સી.બી. રિલેનો સામાન્ય પરિચય, વાસ્તવિક સમયમાં એમ.સી.બી.નું કાર્ય, વીજ કરંટના શ્રેણી અને સમાંતર પ્રવાહનો પરિચય, ઘરગથ્થુ ઈલેકટ્રીક સર્કિટમાં સમાંતર સર્કિટના સિદ્ધાંત પર કાર્ય કરતા બહુવિધ બલ્બનો ઉપયોગ કરીને બતાવવો પોતાના માટે એકસ્ટેશન બોર્ડ બનાવવો. (૫) કટીંગના મીકેનીક્સનો પરીચય, લેસર કટીંગ, ડ્રીલીંગ, લેટ ઓપરેશન વગેરે અંગે જાણકારી (૬) એકસેલની પાયાની સમજ તેમજ સરવાળા બાદબાકી, સરેરાશ, શેષ, મધ્યક, એક્સેલમાં ચાર્ટ, પીવોટ ટેબલની સમજ (૭) પીવીસી પાઈપના ઉપયોગી ટ્રમપેટ બનાવવું. (૮) પ્રાયોગિક અભ્યાસ દ્વારા વેલ્ડિંગ રોડ કેમ પકડવી, વેલ્ડિંગ જ્યોતનો પ્રવાહ અંગે સિંગલ રોડ વેલ્ડિંગની મદદથી વેલ્ડિંગ અંગેની પાયાની સમજ (૯) ઈલેકટ્રોનીક સર્કીટ, સેમીકંડકટર, પી.સી.બી. બોર્ડ, સોલ્ડરીંગનો પરિચય. (૧૦) પ્લમ્બીંગ અંગેની બેજિક સમજ, તે માટે ઉપયોગમાં લેવાતા વાલ્વ, વોશર, લીકેજ અંગેની સમજ. (૧૧) પેટ્રોલ ડીઝલ એન્જિનનો વર્કીંગ અંગેનો કટ સેકશન, એસલેટર, તેમજ બ્રેકનું કાર્ય, વ્હિલ કેવી રીતે વળે છે તે અંગેની સમજ. (૧૨) એર કન્ડિશનિંગ અંગેનો પરિચય, આઉટડોર યુનિટ સાફ કેમ કરવું, ટંયુબની સાફ-સફાઈ તેમજ એરકુલરને સાફ કેમ કરવું ? કુલિંગ પેડ કેમ બદલવા તે અંગેની સમજ આપવામાં આવશે.

આ ઉપરાંત સંસ્થા ખાતે ચાલતા કોમ્પ્યુટર, મિકેનિકલ, ઈલેકટ્રીકલ, ઈલેકટ્રોનિકસ, ફેબ્રીકેશન, ડ્રાફટ્સમેન સીવીલ ઓટોમોબાઈલ વગેરે સેકટરોના વ્યાસાયનુ સંસ્થામાં ઉપલબ્ધ ફેસેલીટી મુજબ પાયાનું પ્રેકટીકલ જ્ઞાન જાણવા શીખવા મળશે. તેમજ કૌશલ્ય પ્રાપ્તિ બાદની ઉજ્જવળ કારકીર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવશે. વધુ વિગતો માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh