Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવી
ખંભાળિયા તા. ૨૧: દ્વારકા જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્તીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોને ઈનામ તથા પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરાશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુકોએ ૩૦ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં વર્ષ ૨૦૨૫માં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને સફાઈ કામદારના આશ્રિત બાળકોમાં ઉત્તીર્ણ થયેલા બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજનામાં ધોરણ ૧૦માં ઉતીર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૪૧ હજાર, બીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૨૧ હજાર અને ત્રીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૧૧ હજાર આપવામાં આવશે. ઉપરાંત ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૩૧ હજાર, બીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૨૧ હજાર અને ત્રીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૧૧ હજાર આપવામાં આવશે.
આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી. આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૫ની માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. ઉપરાંત વર્ષ માર્ચ / એપ્રિલ ૨૦૨૫માં લેવામાં આવેલ એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઇટ પર તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉક્ત યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામ આવે છે. વધુ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં. સી/જી ૧૧-૧૨, ધરમપુર લાલપુર બાયપાસ રોડ, મુ. ખંભાળિયા, જિ. દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જિ. દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial