Advertisement
Author: નોબત સમાચાર

તાજિકિસ્તાનમાં મહિલાઓને બુરખા પહેરવા તેમજ પુરૂષો માટે દાઢી રાખવા પર પ્રતિબંધ

પરંપરાગત તાજિક વસ્ત્રોને પ્રોત્સાહનઃ વિદેશી ઈસ્લામને દેશવટો

લંડન તા. ૨૨: તાજિકિસ્તાનએ મહિલાઓ માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે અને પુરૂષો માટે દાઢી રાખવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. વિદેશી ઈસ્લામ સમાપ્ત કરવાનો ઉદ્ેશ્ય જાહેર કરાયો છે. સૂચિત માર્ગદર્શિકા મુજબ મહિલાઓ બુરખા પહેરી નહિ શકે મહિલાઓએ કયા-કેવો ડ્રેસ પહેરવો ? પુસ્તક બહાર પાડશે.

તાજિકિસ્તાને જાહેર કર્યુ છે કે મહિલાઓના કપડાં અંગે નવી માર્ગદર્શિકા જારી કરવા માટે એક નવું પુસ્તક પ્રકાશિત કરશે. આ પુસ્તક જુલાઈમાં પ્રકાશિત થશે અને તેમાં મહિલાઓએ કઈ ઉંમરે, કયા પ્રસંગે અને ક્યા કયા કપડાં પહેરવા જોઈએ તેની ભલામણો હશે.

મુસ્લિમ બહુમતી ધરાવતો મધ્ય એશિયાઈ દેશ તાજિકિસ્તાન સમાજ પર કડક દેખરેખ રાખે છે, ખાસ કરીને જ્યારે વાત મહિલાઓ અને છોકરીઓ સાથે સંકળાયેલી બાબતોની હોય. તાજેતરના વર્ષોમાં સરકારે 'પરંપરાગત'તાજિક વસ્રોને પ્રોત્સાહન આપ્યું છે અને રાષ્ટ્રીય સંસ્કળતિની વિરુદ્ધ ગણાતા કપડાં પર પ્રતિબંધ મૂક્યો છે. તાજિક મહિલાઓના પરંપરાગત પોશાકમાં સામાન્ય રીતે રંગબેરંગી, ભરતકામવાળા, સંપૂર્ણ બાંયના કુર્તા હોય છે જે છૂટક ફિટિંગ પાયજામા સાથે પહેરવામાં આવે છે.

સરકાર આવા પરંપરાગત વસ્રોને પ્રોત્સાહન આપવા અને 'વિદેશી ઇસ્લામિક પ્રભાવો' ને દૂર કરવા માંગે છે. ૧૯૯૨ થી સત્તામાં રહેલા રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમોને અગાઉ ઇસ્લામિક હિજાબને સમાજ માટે એક સમસ્યા ગણાવી હતી અને મહિલાઓને 'તાજિક શૈલી'માં પોશાક પહેરવાનો આગ્રહ કર્યો હતો. એટલું જ નહીં ત્યાંની સરકારે દેશમાં લાંબી દાઢી રાખવા પર પણ અનૌપચારિક પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી 'ધાર્મિક કટ્ટરતા' રોકી શકાય.

ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે મોસ્કોના એક કોન્સર્ટ હોલ પર થયેલા હુમલામાં ચાર તાજિક નાગરિકો પર સંડોવણીનો આરોપ લાગ્યા પછી સરકારે ઇસ્લામિક ઉગ્રવાદ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ ૨૦૧૫ માં, ઘણાં તાજિક નાગરિકો આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં જોડાયા હતા.

આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, તાજિકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે. તાજિકિસ્તાન એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, જ્યાં લગભગ ૯૮ ટકા વસ્તી ઇસ્લામનું પાલન કરે છે. આમાંથી લગભગ ૮૫-૯૦ ટકા સુન્ની મુસ્લિમો છે અને લગભગ ૭-૧૦ ટકા શિયા સંપ્રદાયને અનુસરે છે. આટલી મોટી મુસ્લિમ વસ્તી હોવા છતાં, દેશનું શાસન ઔપચારિક રીતે બિનસાંપ્રદાયિક સરકાર તરીકે કાર્ય કરે છે અને ઇસ્લામિક પ્રભાવો પર નજીકથી નજર રાખે છે.

તાજિકિસ્તાન મધ્ય એશિયામાં એક નાનો પર્વતીય દેશ છે. તે ચાર દેશો સાથે તેની સરહદો વહેંચે છે. ઉત્તરમાં કિર્ગિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, દક્ષિણમાં અફઘાનિસ્તાન અને પૂર્વમાં ચીન સ્થિત છે. તાજિકિસ્તાનની વસ્તી લગભગ ૧૦ મિલિયન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh