Advertisement
Author: નોબત સમાચાર

ટ્રકોના ચીટીંગના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડાયો

ચોટીલા પાસેથી એલસીબીએ ઝડપી લીધોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ટ્રકના ચીટીંગના કેસમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગરથી એલસીબી પોલીસ ટીમે ચોટીલા માર્ગથી ઝડપી લીધો છે.

જામનગર એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, સીટી બી ડિવિઝન પો.સ્ટે.માં નોંધાયેલા ટ્રક ચીટીંગ કેસનો આરોપી જગાભાઈ સુકાભાઈ ઉર્ફે સુખાભાઈ મોરી (રહે. બુખરવરાનેસ તા. રાણાવાવ, જિ. પોરબંદર, હાલ રે. લીલાધારનેસ ખંભાળા ગામની બાજુમાં તા. રાણાવાવ, જિ. પોરબંદર) નામનો આરોપી હાલ રાજકોટ-અમદાવાદ ધોરીમાર્ગે ચોટીલા નજીક એક હોટલ પાસેથી આવનાર છે તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો.

આ કામગીરી એલસીબીના પો.ઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.બી. ભાટીયા અને સ્ટાફે કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh