Advertisement
Author: નોબત સમાચાર

પેપર લીક મુદ્દે કોંગ્રેસની કાલે કોટામાં મહારેલી

વિદ્યાર્થીઓને મહેનતનું ફળ નહીં: સપનાની સજાઃ રાહુલ ગાંધી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: કોંગી નેતા રાહુલ ગાંધીએ પેપરલીકના મુદ્ે બુધવારે કોટામાં યોજાનારી કોંગ્રેસની મહારેલીમાં જોડાવા આહ્વાન સાથે દેશવ્યાપી આંદોલનની ઘોષણા કરી છે.

કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' પર એક પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં દરેક પેપર લીક થવું કે પરીક્ષા રદ થવી એ માત્ર સિસ્ટમની નિષ્ફળતા નથી, પરંતુ દેશના લાખો યુવાનોના સપના પર મોટો પ્રહાર છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહૃાું કે, 'આજે દેશમાં વિદ્યાર્થીઓને તેમની સખત મહેનતનું ફળ નથી મળી રહૃાું, પરંતુ સપના જોવાની હિંમત કરવા બદલ સજા મળી રહી છે. તેઓ દેશના યુવાનો સાથે મજબૂતીથી ઉભા છે અને તેમને પોતાના ભવિષ્ય માટે લડવા અપીલ કરી છે.'

રાહુલ ગાંધીએ પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર યુવાનોને સંબોધતા કહૃાું કે, 'હું જાણું છું કે તમે બધા થાકી ગયા છો અને ગુસ્સામાં છો. પરંતુ યાદ રાખો, જ્યારે સરકાર સાંભળવાની ના પાડે ત્યારે આપણે આપણો અવાજ વધુ બુલંદ કરવો પડે છે.' તેમણે બુધવારે કોટામાં યોજાનારી 'છાત્રોં કી ગૂંજ' મહારેલીમાં મોટી સંખ્યામાં યુવાનોને જોડાવા આહવાન કર્યું છે. આ સાથે જ તેમણે કહૃાું કે, 'કોટાથી શરૂ થયેલો આ અવાજ દેશના ખૂણે-ખૂણે પહોંચશે અને એક એવી ગર્જના બનશે જેને સરકાર પણ નજરઅંદાજ નહીં કરી શકે. વિદ્યાર્થીઓએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વિના માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ.'

કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે એક મોટા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેનો પ્રથમ તબક્કો બુધવારે કોટાથી રાહુલ ગાંધીના સંબોધન સાથે શરૂ થશે. આ આંદોલનનો મુખ્ય હેતુ કોઈપણ રાજકીય ભેદભાવ વિના દેશના તમામ વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જ્યાં પ્રભાવિત યુવાનો પોતાના અનુભવો શેર કરી શકે અને વારંવાર થતી પરીક્ષાની નિષ્ફળતાઓ માટે સરકાર પાસે જવાબદારીની માંગ કરી શકે.

યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધી દેશના જુદા-જુદા ભાગોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સીધી વાતચીત કરશે. કોટામાં યોજાનારા સંમેલન બાદ આગળના કાર્યક્રમો પણ નક્કી કરી લેવામાં આવ્યા છે, જે મુજબ આગામી ૧૦ જુલાઈએ અલ્હાબાદ (પ્રયાગરાજ), ૧૧ જુલાઈએ પટણા અને ૧૪ જુલાઈએ દિલ્હીમાં આ વિદ્યાર્થી સંમેલનો યોજાશે.

આ આખા અભિયાનને સફળ બનાવવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ અને સ્થાનિક એકમો દ્વારા દેશભરમાં મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh