Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉનહોલમાં જન કલ્યાણ સેવા-સેતુ શિબિર

આજે વોર્ડ ૯ થી ૧૬ને લાભઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સફળ સત્તાકાળ ના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગર શહેર અને જિલ્લામાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહૃાું છે. તેના ભાગરૂૂપે જામનગર ના ટાઉનહોલ માં તા. ૧૫ અને ૧૬ જૂન દરમિયાન બે દિવસીય જન કલ્યાણ સેવા-સેતુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ શિબિરમાં શહેરના ૧૬ વોર્ડના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહેશે.

શિબિરમાં આધાર કાર્ડની નોંધણી તેમજ સુધારા-વધારા, રાશન કાર્ડ સંબંધિત કામગીરી, જાતિના પ્રમાણપત્રો, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, દિવ્યાંગ પ્રમાણપત્ર, નમો શ્રી યોજના, આયુષ્માન ભારત કાર્ડ, જન્મ-મરણ પ્રમાણપત્ર, વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડને બેંક ખાતા સાથે જોડવાની પ્રક્રિયા સહિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ સ્વનિધિ યોજના, વિધવા સહાય યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ પણ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh