Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવી રીતે બને તો એચએસઆરપી નંબર પ્લેટનો મતલબ શું?
જામનગર તા. ૧૫ઃ જામનગરના એક વેપારીના ઈલેકટ્રીક સ્કૂટરની નંબર પ્લેટ લગાડીને ફરતા રાજકોટના એક બાઈકને રાજકોટ પોલીસે મેમો આપ્યા પછી તેનો દંડ ભરાતા અને જામનગરના આસામીને મેસેજ આવતા તેઓ ચોંકી ગયા છે. આ બાબતની સઘન તપાસ માટે એસપીને અરજી પાઠવામાં આવી છે. આ બનાવના કારણે હાઈ સિક્યુરિટીવાળી નંબર પ્લેટનો મતલબ જ ઉડી જવા પામ્યો છે.
જામનગરના રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંત મશરૃના પુત્ર કેતનભાઈને તાજેતરમાં મોબાઈલ પર રાજકોટ પોલીસ તરફથી એક મેસેજ મળ્યો હતો. જેમાં જીજે-૧૦-ડીએમ ૮૦૯૦ નંબરના બાઈકનો ટ્રાફિક પોલીસ દ્વારા કેસ કરાયા પછી રૃા.૩૦૦નો દંડ ઓનલાઈન ભરી દેવામાં આવ્યો છે તેમ જણાવાયું હતું.
આ મેસેજથી ચોંકી ગયેલા કેતને આ વાહન પોતાનું હીરો કંપનીનું ઓપ્ટીમા ઈલેકટ્રીક સ્કૂટર હોવાનું અને જેનો મેસેજ મળ્યો છે તે વાહન રાજકોટમાં સ્પલેન્ડર મોટરસાયકલ હોવાનું શોધી કાઢયું હતું તેથી ગયા મહિનાની ૧પ તારીખે શશીકાંત મશરૃએ જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તે બાબતે અરજી આપી હતી.
અરજીના અનુસંધાને આ ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ સ્પીડ પોસ્ટથી કરવાની રહેશે. તેમ જણાવાતા રાજકોટ પોલીસને ફોન પર તેની વિગતો આપવામાં આવી હતી. જેમાં આ ફરિયાદ જામનગર પોલીસમાં થશે તેમ જણાવી દેવાયું હતું. જામનગરના આસામીના ઈલેકટ્રીક સ્કૂટરના નંબરની બીજી નંબર પ્લેટ રાજકોટમાં બાઈક પર કેવી રીતે લગાડવામાં આવી તેની સઘન તપાસની માગણી સાથે શશીકાંત મશરૃએ જામનગરના એસપીને અરજી પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે, ચોરી-ચકારી કે અન્ય ગુન્હાઓ ડામવા માટે મોટા ઉપાડે એચએસઆરપી નંબર પ્લેટ પોતાની ગાડીમાં લગાડી લેવા માટે વાહનચાલકોને સૂચના આપવામાં આવી રહી છે ત્યારે બે જુદા જુદા વાહન, અને તેમાંય એક વાહન સ્કૂટર અને બીજુ વાહન બાઈક હોવા છતાં બંનેમાં કઈ રીતે આ નંબર પ્લેટ બનાવીને લગાડી દેવાઈ હશે? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial