Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શખ્સે દુકાનમાં ઘૂસી ધમાલ મચાવીઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૩માં આવેલા ગેલેરીયા કોમ્પલેક્ષ પાસે એક મહિલાની દુકાન નજીક ગાળો બોલતા શખ્સને તેમ કરવાની દુકાનદાર મહિલાએ ના પાડતા તેમની દુકાનમાં ઘૂસી આ શખ્સ તથા તેના સાગરિતે ધોકાથી કાચ ફોડવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની આ મહિલા તથા તેમની સાથે દુકાનમાં રહેલા અન્ય મહિલાને ધમકી આપી હતી.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૧માં રહેતા અને પટેલ કોલોની શેરી નં.૩માં ગેલેરીયા કોમ્પલેક્ષમાં લેડીસ રેડીમેઈડ ગારમેન્ટની દુકાન ચલાવતા પીંકીબેન અવીનાશભાઈ સરકાર નામના બંગાળી યુવતી અને તેમની સાથે દર્શાબેન ગુરૃવારે રાત્રે પોતાની દુકાને હતા ત્યારે ત્યાં મોહસીન નામનો શખ્સ ગાળો બોલતો હતો.
આ શખ્સને પીંકીબેને ત્યાં ગાળો બોલવાની ના પાડતા મોહસીને તેઓને ગાળો ભાંડી હતી. આથી પીંકીબેન પોતાની દુકાનમાં ઉપરના ભાગે ચાલ્યા ગયા હતા. ત્યારપછી જ્યારે તેઓ પોતાની દુકાન બંધ કરતા હતા ત્યારે મોહસીન તથા દિવ્યરાજસિંહ ધોકા સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ દુકાનમાં ઘૂસી જઈ કાચ તોડવાનો પ્રયાસ કર્યાે હતો. આ વેળાએ દર્શાબેને તેના ધોકાનો ઘા બચાવવાનો પ્રયાસ કરતા તેમના પગમાં ધોકો ફટકારી મોહસીને ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સ ચાલ્યા ગયા હતા. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીંકીબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial