Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારયાદી સઘન સુધારણા માટે બી.એલ.ઓ. મતદાન મથકો પર હાજર રહેશે
ખંભાળીયા તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથકો પર તા. ૧૫-૧૬, તથા ૨૨-૨૩ નવેમ્બરના સવારે ૯ થી ૧ વાગ્યા દરમ્યાન વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. ચૂંટણીપંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૬ની લાયકાતની તારીખા સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે, જે તા. ૦૭-૦૨-૨૬ સુધી ચાલશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની કામગીરી પ્રગતિમાં છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૪-૧૧-૨૫ થી તા. ૪-૧૨-૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબક્કા તરીકે નક્કી કરવામાં આવ્યો છે.
જે અન્વયે લોકોને સરળતા રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૨ દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં આગામી તા. ૧૫-૧૧-૨૫, ૧૬-૧૧-૨૫, અને તા. ૨૨-૧૧-૨૫, ૨૩-૧૧-૨૫ના સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી સંબંધિત ભાગના બુથ લેવલ ઓફિસર તેમના મતદાન મથકમાં હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમ્યાન બી.એલ.ઓ.ની મદદથી મેપીંગ-લીંકીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૃર હોય તેઓને પણ બી.એલ.ઓ. મદદરૃપ થશે. તેમજ વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ તથા ુુુ.ર્દૃંીજિ.ીષ્ઠૈ.ૈહ પર સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial