Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે કેટલાક ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ
મુંબઈ તા. ૧પઃ આગામી વર્ષે રમાનાર ઈન્ડિયન પ્રિમિયર લીગ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે કેટલાક ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ થઈ છે. જેમાં હાલ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા રવિન્દ્ર જાડેજાનો સમાવેશ રાજસ્થાન રોયલ્સમાં કરવામાં આવશે, જ્યાં તેની લીગ ફી રૃા. ૧૮ કરોડથી ઘટાડી રૃા. ૧૪ કરોડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રવિન્દ્ર જાડેજાએ આઈપીએલમાં તેની કારકિર્દી રાજસ્થાન રોયલ્સમાંથી જ ર૦૦૮ માં કરી હતી અને તે વર્ષે આરઆર ચેમ્પિયન બની હતી. કેપ્ટન શેન વોર્ને તેને 'સર જાડેજા'નું બિરૃદ આપ્યું હતું.
રાજસ્થાન રોયલ્સના કપ્તાન સંજુ સેમસન ચેન્નઈ સુપર કિંગ્સમાંથી રમશે, જ્યારે સેમ કરન ચેન્નઈ સુપર કિંગ્સના બદલે આરઆરમાંથી રમશે. મોહમ્મદ સમી સનરાઈઝર્સ હૈદ્રાબાદના બદલે હવે લખનૌ સુપર જાયન્સમાંથી રમશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial