Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોમગાર્ડઝ સંસ્થા સ્થાપનાનો સૌ પ્રથમ વિચાર ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોરારજી દેસાઈને આવેલો. જે બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતાં. જેમાંથી તેઓએ રાજીનામું આપ્યું અને સ્વતંત્રતાની ચળવળમાં સામેલ થયા. તે મુંબઈ રાજ્યમાં પ્રધાન હતાં અને ૧૯૭૭ માં ભારતના વડાપ્રધાન થયેલા. તેમના આ વિચારને ૧૯૪૬ માં મુંબઈ સરકારે અમલમાં મૂક્યો અને ૧૯૪૬ થી હોમગાર્ડઝની શરૂઆત ગુજરાત માટે થઈ એમ ગણી શકાય.
જે તે સમયે પોલીસ ડિપાર્ટમેન્ટની ઈચ્છા હોમગાર્ડઝ તેમના સીધા અંકુશ હેઠળ રાખવાની હતી, પરંતુ શ્રી મોરારજી દેસાઈ તે બાબતે સહમત થયા નહીં. તેમણે જણાવેલ કે જો હોમગાર્ડઝને પોલીસ અંકુશ હેઠળ રાખવામાં આવે તો સંસ્થાનો નિષ્કામ સેવાનો મૂળભૂત હેતુ જ માર્યો જાય. જેથી હોમગાર્ડઝનો કાફલો સ્વતંત્ર રાખવામાં આવ્યો અને અલગ માળખું તૈયાર કરીને પોલીસ ડિપાર્ટમેન્ટની જેમ હેડ/રેન્ક અને વહીવટી રીતે તૈયાર કરવામાં આવ્યું.
આઝાદી પછી ભારતના અન્ય રાજ્યોમાં હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી. ગુજરાતમાં સ્થાપના પછી રાજ્યના પ્રથમ કમાન્ડન્ટ જનરલ તરીકે (માનદ્) ઉદયન ચિનુભાઈને નિમવામાં આવ્યા. તેમણે ર૭ વર્ષ સુધી માનદ્ સેવાઓ આપી. તેઓને ભારત સરકાર તરફથી અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે.
જામનગર હોમગાર્ડઝ ગુજરાત લેવલે હંમેશાં અગ્રેસર રહ્યું છે. હોમગાર્ડઝ કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ હોવાથી તેઓ માટે તાલીમ ખૂબ જ અગત્યતા ધરાવે છે. ભરતી થયેલ દરેક હોમગાર્ડઝને બે વર્ષની અંદર રાજ્ય કક્ષાના તાલીમ કેમ્પો કરવા ફરજિયાત છે જેમાં બેઝિક તાલીમ કેમ્પ ત્યારપછી એડવાન્સ તાલીમ કેમ્પ ત્યારપછી લીડરશીપ તાલીમ કેમ્પ અને હવે તો આપદામિત્ર તાલીમ કેમ્પ પણ ફરજિયાત છે. હોમગાર્ડઝ નાના અને નબળા વર્ગમાંથી આવતા હોવાથી તેઓને તાલીમ દરમિયાન પણ ભથ્થું આપવામાં આવે છે તેમજ જિલ્લા અને તાલુકા લેવલે પણ તાલીમ લેવી ફરજિયાત હોવાથી દર માસે ચાર પરેડોનું આયોજન હોય છે જે પણ તમામ હોમગાર્ડઝે કરવી ફરજિયાત હોય છે.
હોમગાર્ડઝ માટે વેલકેર ફંડની પણ જોગવાઈઓ થઈ છે, તેમજ દરેક હોમગાર્ડઝ સ્વસ્થ અને નિરોગી રહે તે માટે દર વર્ષે જિલ્લા તથા રાજ્ય કક્ષાએ રમતોત્સવ તથા યોગ માટે પણ જોગવાઈઓ કરેલી છે. ધીરે ધીરે હોમગાર્ડઝ સંસ્થા પણ સંપૂર્ણ રીતે ડિજિટલાઈઝેશન હેઠળ સ્થાન પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
જામનગર હોમગાર્ડઝે છેલ્લા બે વર્ષથી નિષ્કામ સેવાના ક્ષેત્રમાં એક અલગ કેડી કંડારી છે અને ગુજરાતના તમામ હોમગાર્ડઝને પ્રેરણા મળે અને હોમગાર્ડઝનો મૂળભૂત હેતું 'નિષ્કામ સેવા'ના લોગોને સાર્થક કરી શકાય તે માટે કાયદો વ્યવસ્થા, તાલીમ કેમ્પ, પરેડ વિગેરેથી પર થઈને લોકોના મહામુલી જીવન બચાવવા પૂરા વર્ષ દરમિયાન તમામ તહેવારોમાં પગપાળા યાત્રાએ ચાલીને જતા લોકોને રેડિયમ રીફ્લેક્ટર લગાવવાની શરૂઆત કરેલ છે, તેમજ દરેક સરકારી કાર્યક્રમો, લોકોને જાગૃત કરતી સરકારી યાત્રાઓમાં ખંતપૂર્વક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારની ભાવનાઓને લોકો સુધી પહોંચાડે છે.
હોમગાર્ડઝની સેવાઓને બિરદાવવા મુખ્યમંત્રી મેડલ, રાજ્યપાલ મેડલ, રાષ્ટ્રપતિ મેડલ, ડીજી ડિસ્ક એવોર્ડ તથા એપ્રીશિયેશન સર્ટિફિકેટ અર્પણ કરતા હોય છે, તેમજ સ્થાનિક કક્ષાએ પણ દરેક મીડિયાઓ દ્વારા હોમગાર્ડઝની સારી કામગીરીઓની નોંધ લેવાતી હોય છે, જેના લીધે હોમગાર્ડઝનો સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial