Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૨૪૦૪ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ગુરૂવારે ભારતીય શેરબજારમાં શરૂઆત ઉછાળો જોવાયો બાદ નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી.સેન્સેક્સ ૧૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૧૬૬ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૯ પોઈન્ટની ઉછાળા સાથે ૨૨૫૫૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૧ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૨૭૧ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.

અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે એશિયાના બજારોમાં વ્યાપક વેચવાલી ઉપરાંત સ્થાનિક સ્તરે ઈન્ડસઈન્ડ બેન્ક પ્રકરણને પરિણામે સપ્તાહના ત્રીજા દિવસે દિવસે ભારતીય શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ત્યારબાદ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.ઈન્ડસઈન્ડ બેન્ક પ્રકરણને પગલે રોકાણકારોનું માનસ ખરડાતા તેમજ ટેરિફ પોલિસીને લઈને અમેરિકા મંદીમાં ધકેલાઈ જશે કે કેમ તેવા પત્રકારોના સવાલ સામે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંઈપણ સ્પષ્ટ ઉત્તર નહીં અપાતા રોકાણકારોમાં વૈશ્વિક આર્થિક સ્થિરતાને લઈને ચિંતા વધતા અને અમેરિકામાં ટેરિફ તથા સરકારી ખર્ચમાં કાપથી તેના અર્થતંત્રના વિકાસ પર અસર પડવાની સંભ ાવનાએ ભારત સહિત વિશ્વના અન્ય દેશો પર પડવાની શકયતાએ ભારતીય શેરબજાર પર તેની અસર જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

શરૂાઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,એચડીએફસી,લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ,એસીસી, સન ફાર્મા, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, હેવલ્લ્સ, સિપ્લા, ગ્લેનમાર્ક ફાર્મા, બાટા ઇન્ડિયા, વોલ્ટાસ, રિલાયન્સ, અદાણી પોર્ટસજેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં અદાણી ડીવીસ લેબ, ટોરેન્ટ ફાર્મા, ગ્રાસીમ, કોટક બેન્ક, ભારતી ઐરટેલ, વોલ્ટાસ, ઓરબિંદો ફાર્મા, એક્સીસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૯% વધીને અને નેસ્ડેક ૧.૨૨% વધીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં ગુરૂવારે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૮ અને વધનારની સંખ્યા ૧૩૪૪ રહી હતી,૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૭૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના રોકાણકારોથી લઈને તમામ મોટા રોકાણકારોના પોર્ટફોલિયોમાં ભારે જોવા મળી છે. છ મહિનાથી ઓછા સમયમાં જ ભારતીય શેરબજારનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. સપ્ટેમ્બરના અંતમાં સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચેલા સૂચકાંકો સતત ઘટી રહ્યાં છે. કેલેન્ડર ૨૦૨૫માં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં અંદાજીત ૪.૫%નો ઘટાડો થયો છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં અનુક્રમે ૧૪ અને ૧૭% તૂટયા છે.

ઉપરાંત યુએસ ડોલરની મજબૂત માંગને કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ડોલર સામે રૂાપિયાના મૂલ્યમાં ૧.૯૭%નો તીવ્ર ઘટાડો થયો છે. વ્યાપક ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે યુએસ રોજગાર ડેટામાં ધીમી રોજગાર વૃદ્ધિ અને ચીનમાં ડિફ્લેશનની ચિંતાઓ વચ્ચે એપ્રિલ માસમાં ઊંચી આયાત જકાતને કારણે ભારત પર અમેરિકાના પ્રતિશોધાત્મક જકાતનું જોખમ વધારે છે, જેના કારણે રૂાપિયામાં ઘટાડાનું જોખમ વધ્યું છે, ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂારી બની રહેશે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે અપ્રિલ ગોલ્ડ રૂ. ૮૬૮૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૮૬૮૭૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૮૬૭૯૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.  ૮૬૮૧૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે મેં સિલ્વર રૂ. ૯૯૪૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૯૯૪૮૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૯૯૨૨૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.  ૯૯૩૧૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ગોદરેજ પ્રોપર્ટી (૨૦૦૯) : ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૯૯૧ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ. ૧૯૮૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૨૦૨૦ થી રૂ. ૨૦૩૩ સુધી તેજી તરફી ધ્યાન...!!!

લ્યુપીન લીમીટેડ (૧૯૫૫) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. ૧૯૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૯૩૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ. ૧૯૬૬ થી રૂ. ૧૯૭૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.!!!

સન ફાર્મા (૧૬૭૩) : ૧૬૬૧ નો પ્રથમ તેમજ રૂ. ૧૬૫૧ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૬૮૨ થી રૂ. ૧૬૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

સિપ્લા લીમીટેડ (૧૪૫૬) : ફાર્માસ્યુટિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ. ૧૪૬૬ થી રૂ. ૧૪૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૫૭) : રૂ. ૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. ૧૨૪૧ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ. ૧૨૬૬ થી રૂ. ૧૨૭૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh