Advertisement
Author: નોબત સમાચાર

ક્રેડીટ કાર્ડના એજન્ટ તરીકે ઓળખ આપી અઢી કરોડની છેતરપિંડીના કેસમાં જામીન નામંજૂર

કમીશન આપવાની લાલચ બતાવી કરી હતી છેતરપિંડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના કેટલાક આસામીઓ સાથે ક્રેડીટ કાર્ડના એજન્ટ તરીકેની ઓળખ આપી સુપર માર્કેટના એક વેપારીએ રૂ।.પોણા ત્રણ કરોડ જેટલી રકમની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નકારવામાં આવી છે.

જામનગરના સુપર માર્કેટ વિસ્તારમાં દીપાલી ટેઈલર્સ એન્ડ ડ્રેસીસ નામની દુકાન ચલાવતા હિતેશ લક્ષ્મીકાંત ગોહિલ નામના વેપારીએ જુદા જુદા આસામીઓને બેંકના ક્રેડીટ કાર્ડના એજન્ટ તરીકે કામ કરતા હોવાની ઓળખ આપી કમીશન અપાવવાની લાલચ બતાવી કેટલાક આસામીઓ સાથે રૂ।.૨,૬૩,૭૪,૬૮૯ની રકમની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

નાસી ગયેલા આ આરોપી સામે ગુન્હો નોંધાયા પછી તપાસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે થયેલા આરોપી હિતેશ ગોહિલે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે ડીજીપી જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની અરજી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh