Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ દિવસમાં રૂ।.૬.૨૩ કરોડની વીજચોરી મળી

૭ર ટૂકડીએ ૭૮૪ જોડાણમાં પકડી પાડી ગેરરીતિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ સપ્તાહના પાંચ દિવસ દરમિયાન જામનગર સ્થિત પીજીવીસીએલની વર્તુળ કચેરીની ૭ર ચેકીંગ ટૂકડીએ વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૭૮૪ વીજ જોડાણમાંથી રૂ।.૬ કરોડ ર૩ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ હતી.

જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર શહેર-જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈ તા.૧૭ ઓગસ્ટથી તા.ર૧ ઓગસ્ટ સુધી વીજચોરી પકડી પાડવા માટે હાથ ધરવામાં આવેલી ચેકીંગ ડ્રાઈવમાં રૂ।.૬ કરોડ ૨૩ લાખની  વીજચોરી ઝડપાઈ ગઈ હતી.

જામનગર શહેર ઉપરાંત જિલ્લાના લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, જામજોધપુર તેમજ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ, ઓખામંડળ તથા ખંભાળિયા પંથકમાં ૭ર ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટૂકડીઓએ ૪૭૭૩ વીજ જોડાણ ચકાસ્યા હતા. જેમાંથી ૭૮૪ વીજ જોડાણમાં ગેરરીતિ સાંપડી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh