Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ ચાંદીપુરાના બાળ દર્દીનું સારવારમાં મૃત્યુ

રિપોર્ટ આવે તે પહેલા જ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ હાલારમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ સમયાંતરે સારવાર માટે દાખલ થતા રહે છે. થોડા દિવસ પહેલા પોરબંદર પંથકના વધુ એક બાળકને સારવાર માટે દાખલ કરાયો હતો, જેનો રિપોર્ટ હજુ મળ્યો નથી, પરંતુ આ બાળ દર્દીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. હાલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કોઈ દર્દી દાખલ નથી.

છેલ્લા કેટલાક સમયથી હાલાર પંથકમાં ચાંદીપુરાના રોગ જેવા લક્ષણોવાળા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દરમિયાન થોડા દિવસ પહેલા પોરબંદર પંથકના એક બાળ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં, જેનો રિપોર્ટ હજી મળ્યો નથી.

દરમિયાન આ બાળ દર્દીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જામનગરની હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણવાળા કોઈ દર્દી દાખલ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh