Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રિટિકલ કેરની નવી સુવિધાઓ જામનગરના આંગણેઃ હાલારીઓ તથા પડોશી જિલ્લાઓને થશે ઉપયોગી
જામનગર તા. રરઃ જામનગરમાં હવે હાલારવાસીઓ માટે બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અતિ આધુનિક ક્રિટિકલ કેર અને સુપર સ્પેશ્યાલિટી સારવાર અનુભવી, નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે ઉપલબ્ધ થઈ છે.
આ નવી સુવિધાઓ સાથેની શ્રેષ્ઠ સારવાર જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો તેમજ આસપાસના જિલ્લાના લોકોને પણ મળવાથી અન્ય મોટા શહેરોમાં સારવાર માટે જવાની જરૂર રહેશે નહીં.
આ નવી સુવિધાઓ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં વાસ્ક્યુલર સર્જન ડો. સુમિત ગુપ્તા, કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટન્ટ ડો. પૂનમ શાહ, ઓર્થોપેડિક અને જોઈન્ટ રીલેસમેન્ટ કન્સલ્ટન્ટ હીમેટોલોજી નિષ્ણાત ડો. મોહીત પાબારી, ઈમર્જન્સી મેડિસીન અને ક્રિટિકલ કેર નિષ્ણાત ડો.મીલન રાખડિયા, નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશ્યન ડો. રોહન આર્ય તેમજ ઓર્થોપેડિક અને ઓર્થોસ્કોપી સર્જન ડો. આલાપ ત્રિવેદીએ આનુધિક ઉપકરણો અને અતિ આધુનિક સારવાર પદ્ધતિ સાથે દર્દીઓ માટે ર૪ કલાક ૭ દિવસ શ્રેષ્ઠ સારવાર અંગે જાણકારી આપી હતી. સુપ્રસિદ્ધ ઓર્થો. સર્જન ડો. વી.એમ. શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ કાર્યરત છે અને અહીં દર્દીઓની સારવાર સફળતાપૂર્વક થઈ રહી હોવાનું જણાવાયું હતું.
આ સમગ્ર ટીમે બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ભવિષ્યમાં સારવાર-સેવા-સુવિધામાં વૃદ્ધિ કરવા અંગેના પ્લાન રજૂ કર્યા હતાં. હવે હાલારવાસીઓને જટીલ અને ગંભીર બીમારીની સારવાર કે ઓપરેશન માટે અન્ય શહેરોમાં જવું નહીં પડે, પણ આ તમામ સારવાર-સુવિધા જામનગરમાં જ લોકોને મળી રહેશે અને અહીં પણ નિયમ પ્રમાણે સરકારી યોજનાઓ જેમ કે 'મા અમૃતમ્ કાર્ડ, આયુષ્માન કાર્ડ'ની સુવિધા સાથે સારવાર મળી શકશે. પત્રકાર પરિષદમાં સ્વાગત તથા આભારદર્શન ડો. સ્વીટી શાહે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial