Advertisement
Author: નોબત સમાચાર

પુણેમાં રાહુલ ગાંધીની છાત્રોની ગુંજ કાર્યક્રમ પહેલાં બબાલઃ ઝપાઝપી

એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો સામસામે આવી જતાં ઘર્ષણઃ પોલીસ બોલાવાઈઃ સામસામા કેસ નોંધાયા

                                                                                                                                                                                                      

પુણે તા. ૨૨: પુણેમાં રાહુલ ગાંધીનો 'છાત્રો કી ગુંજ' આજે યોજાનાર છે. તે પહેલાં જ સીઓઈપી ટેકોનલોજીકલ યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા સામસામી  ફરિયાદો નોંધાઈ છે.

પુણેની સીઓઈપી ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં શુક્રવારે રાત્રે એનએસયુઆઈ અને એબીવીપી કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વિવાદ રાહુલ ગાંધીના આજે યોજાનારા 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમ પહેલા થયો હતો. તે પછી હોસ્ટેલમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

એબીવીપીનો આરોપ છે કે કોંગ્રેસ કાર્યકરો વિદ્યાર્થિનીઓ પર રાહુલના કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવા દબાણ કરી રહૃાા હતા. જ્યારે, એનએસયુઆઈએ દાવો કર્યો હતો કે કાર્યક્રમના સમર્થનમાં બોલનારી ૨ વિદ્યાર્થિનીઓને એબીવીપી સભ્યોએ હોસ્ટેલમાં રોકીને ધમકાવી હતી.

અહીં એબીવીપીના વિદ્યાર્થી સાથે મારપીટના કેસમાં ૬ નામજોગ લોકો અને લગભગ ૫૦-૬૦ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

રાહુલ આજે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. આ પહેલા તેમણે કોટામાં ૧૭ જૂન, દેહરાદૂનમાં ૧૭ જુલાઈ અને પ્રયાગરાજમાં ૮ ઓગસ્ટે આ કાર્યક્રમ કર્યો હતો. તેમણે પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં કહૃાું કે સિસ્ટમે યુવાનોને ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે. તેમને કહેવામાં આવે છે કે તમારે જેટલી રીલ બનાવવી હોય તેટલી બનાવો. મજૂરી કરો. ૨૧મી સદીનો નશો કરો, પણ નોકરી નહીં મળે.'

દેહરાદૂનના બન્નુ સ્કૂલ ગ્રાઉન્ડમાં રાહુલ ગાંધીએ કહૃાું કે માત્ર એક ટકા લોકો પેપર લીકનો રસ્તો અપનાવે છે, પરંતુ તેની કિંમત ૯૯ ટકા પ્રામાણિક અને ગરીબ યુવાનોને ચૂકવવી પડે છે.

રાહુલ ગાંધીએ કોટાના દશેરા મેદાનમાં કહૃાું કે આ કાર્યક્રમ કોઈ રાજકારણનો કાર્યક્રમ નથી, આ યુવાનો, વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવાનું મંચ છે. આજે ફક્ત વિદ્યાર્થીઓ અને યુવાનોની વાત થશે.

હવે આજે સાંજે રાહુલ ગાંધી પેપરલીકની સાથે સાથે જંતરમંતર પર પેલેટગનના ઉપયોગનો મુદે ઉઠાવે, તેવી પૂરેપૂરી સંભાવના દર્શાવાઈ રહી છે.

બીજી તરફ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ૧૯ જુલાઈના રોજ દિલ્હીમાં યોજાયેલી સીડબલ્યુસી બેઠક બાદ કહૃાું હતુ કે 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. તેમણે કહૃાું કે આ કાર્યક્રમ ૮૦૦ નાના શહેરો અને કસબાઓમાં યોજાશે. રાહુલ ગાંધી આ શહેરો અને કસબાઓમાંથી કેટલીક જગ્યાએ કાર્યક્રમમાં ભાગ લેશે.

ઉલ્લેખનિય છે કે, રાહુલને ૧૫ જુલાઈએ પટનામાં પણ 'વિદ્યાર્થીઓની ગુંજ' કાર્યક્રમ કરવાનો હતો. પરંતુ તેને રદ કરવામાં આવ્યો. કોંગ્રેસે તેની પાછળ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીને કારણે લાગુ આચારસંહિતાને સત્તાવાર કારણ જણાવ્યું છે. જોકે, પાર્ટીની અંદર કાર્યક્રમ રદ થવાના અન્ય કારણોને લઈને પણ ચર્ચાઓ થઈ હતી.

જાણકારી અનુસાર, વિદ્યાર્થી સંમેલન પહેલા ૧૧ જુલાઈએ પ્રસ્તાવિત હતું. બાદમાં તેની તારીખ બદલીને ૧૫ જુલાઈ કરવામાં આવી હતી. પાર્ટીની અંદર એવી પણ ચર્ચા છે કે નિર્ધારિત સમય સુધી વિદ્યાર્થીઓનો આવશ્યક ડેટા અને સંપર્ક સૂચિ તૈયાર થઈ શકી ન હતી. આ જ કારણે કાર્યક્રમની તૈયારીઓ પર અસર પડી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh