Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શખ્સ ફરારઃ તમામ સ્થળેથી કુલ રૂ।.૨,૪૮,૩૩૦નો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૨૨: જામનગરના ગોકુલનગર પાણાખાણ, શ્યામ ગ્રીન સોસાયટી, મંગલધામ સોસાયટી, પુનીતનગર તેમજ કાલાવડના જૂના મેટીયા, ટોડા, લાલપુરના ઝાખર, જામનગર તાલુકાના ઠેબા તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે જુગાર પકડવા પાડેલા ૧૧ દરોડામાં પ૮ શખ્સ ઝડપાયા હતા. બે નાસી ગયા હતા. ૧૪ મહિલા પણ તીનપત્તીર રમતા મળી આવ્યા છે. કુલ રૂ।.૨,૪૮,૩૩૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામજોધપુર શહેરમાં રામવાડી વિસ્તારમાં સીતાપુંજ સોસાયટી નજીક ગઈકાલે બપોરે કેટલાક મહિલાઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી સ્થાનિક પોલીસે દરોડો પાડતા ત્યાંથી મમતાબેન પિયુષભાઈ ભુવા, અલ્કાબેન વિનોદભાઈ સાપરીયા, ચંદ્રિકાબેન કમલેશભાઈ ભાલોડીયા, ઈલાબેન પ્રવીણભાઈ કણસાગરા, અસ્મિતાબેન વજુભાઈ સાપરીયા, કિંજલબેન પીનલભાઈ ખાંટ, અમિતાબેન ચંદુભાઈ સાપરીયા, મંજુલાબેન રમેશભાઈ સીતાપરા, રેણુકાબેન કૌશિકભાઈ પટેલ, મંજુબેન પ્રવીણભાઈ પટેલ, નિર્મળાબેન જીતેન્દ્રભાઈ પટેલ, ઈલાબેન વલ્લભભાઈ ઘરસંડીયા નામના ૧ર મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૨,૬૪૦ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ઠેબા ગામના ખારા વિસ્તારમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા સુનિલ ખીમદાસ સોલંકી, અમરદાસ શિવરામભાઈ પરમાર, શબ્બીર સલીમભાઈ સુંભણીયા, દીપેશ ભરતભાઈ ચંદારાણા, જગદીશ ખેતાભાઈ વાઘેલા, સરોજબા વિજયસિંહ જાડેજા, કિંજલબેન દીપેશભાઈ ચંદારાણા નામના સાત વ્યક્તિને પોલીસે પડકી લઈ પટમાંથી રૂ।.૩૩,૨૫૦ કબજે કર્યા છે.
કાલાવડ તાલુકાના જૂના મેટીયા ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા રહીમ બોદુભાઈ દલ, દશરથસિંહ કિરીટસિંહ જાડેજા, ભગાભાઈ રાણાભાઈ કોઠીયા, નરેશ શિવાભાઈ બથવાર, કાનાભાઈ ઘોઘાભાઈ માટીયા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં પકડાયા હતા. પટમાંથી રૂ।.૧૧,૨૧૦ કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના ઝાખર ગામમાં ગઈરાત્રે ત્રણેક વાગ્યે પોલીસે પાડેલા દરોડામાં વિશાલ ખીમજીભાઈ પુરોહિત, હરપાલસિંહ બળવંતસિંહ જાડેજા, લખુભાઈ હીરાભાઈ પરમાર, હરદેવસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રકાશગીરી કરશનગીરી મેઘનાથી નામના પાંચ શખ્સને પોલીસે પકડી લીધા હતા. જ્યારે અશોકસિંહ ભીખુભા ચુડાસમા, સહદેવસિંહ ગોહિલ નામના શખ્સો નાસી ગયા હતા. પટમાંથી રૂ।.૨૬૪૦૦ કબજે કરાયા છે.
કાલાવડના ટોડા ગામમાં ગઈકાલે રાત્રે રોનપોલીસ રમતા કુલદીપસિંહ ગંભીરસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ભૂપતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ બાબભા જાડેજા નામના ચાર વ્યક્તિ રૂ।.૧૧,૮૫૦ સાથે ઝડપાયા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર મંગલધામ સોસાયટી-રમાં ગઈરાત્રે તીનપત્તી રમતા મહેશ ધીરૂભાઈ ગંઢા, પ્રવીણભાઈ રામજીભાઈ ધૈયડા, કેશુભાઈ લાખાભાઈ રાણાવાયા, હિતેશ પ્રવીણભાઈ ધૈયડા, રાજેશ વાલજીભાઈ વાઘેલા, મહેકરાજસિંહ મનોજસિંહ ભટ્ટી, સોમાભાઈ ડાયાભાઈ ચાવડા, કાનજીભાઈ જેઠાભાઈ કંટાલીયા નામના આઠ પોલીસના દરોડામાં ઝડપાયા હતા. રૂ।.૨૧૬૦૦ ઝબ્બે લેવાયા છે.
જામનગરના પુનીત નગરમાં ગઈરાત્રે સિટી બી ડિવિઝનના સ્ટાફે પાડેલા દરોડામાં વિજયસિંહ જશુભા ચાવડા, વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ધીરૂભાઈ રાયજાદા, રોહીત વિનોદભાઈ બાંભણીયા નામના ચાર શખ્સ જુગાર રમતા ઝડપાયા હતા. રૂ।.૧૦૨૦૦ કબજે કરાયા હતા.
જામનગરની શ્યાન ગ્રીન ટાઉનશીપની શેરી નં.૧ નજીક ગઈરાત્રે જાહેરમાં જુગાર રમતા ભાર્ગવ ભરતભાઈ જેઠવા, અજય ભભુતગીરી ગોસ્વામી, જયદીપ મનહરગીરી ગોસાઈ, તેજસ જયેશભાઈ આશાવર, કમલેશગીરી મનહરગીરી ગોસાઈ, જયદીપ સુનિલભાઈ ચૌહાણ, અજય ગોવિંદભાઈ રાઠોડ નામના સાત શખ્સ રૂ।.૧૨૫૩૦ સાથે પકડાઈ ગયા છે.
જામનગરમાં ગોકુલનગર પાણાખાણની શેરી નં.૩માં ગઈરાત્રે ત્રણ વાગ્યે તીનપત્તી રમતા મુકેશ મગનભાઈ ઠાકોર, હિતેશ અમૃતભાઈ કુકવાયા, રાહુલ પીતઈલાલ જાટવ, રાહુલ નવીનભાઈ અઘેરા, રમેશ બચુભાઈ વરસંડા, ચેતન શાંતિલાલ રાઠોડ નામના છ શખ્સ રૂ।.૧૬૨૦૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાયા હતા.
જામનગરના ઠેબા ગામમાં એક ખેતરના શેઢે ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા રવજીભાઈ મુળજીભાઈ કણઝાર, અશોક ડાયાલાલ નકુમ, મુકેશ લાલજીભાઈ પરમાર, હસમુખ રામજીભાઈ પરમાર, અમિત કાનજીભાઈ પરમાર, હિતેશ કિશોરભાઈ કટેશીયા નામના છ શખ્સને પોલીસે રૂ।.૭૦૧૫૦ સાથે પકડી પાડ્યા છે.
જામનગર તાલુકાના સિક્કામાં ભગવતી સોસાયટીમાં ગઈરાત્રે તીનપત્તી રમતા અજયસિંહ ગંભીરસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ ગોહિલ, મનજીભાઈ દેવજીભાઈ પડાયા, બાબુભાઈ લખુભાઈ પરમાર, કેતન દિનેશભાઈ પરમાર, કિશન અમૃતભાઈ પરમાર, ચિરાગ પરેશભાઈ પરમાર, જયદીપ ભરતભાઈ પુરબીયા નામના આઠ શખ્સ રૂ।.૨૨૩૦૦ સાથે પકડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial