Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમઃ પી.એમ. મોદીના સંવાદનું જિવંત પ્રસારણ
હાલારમાં સંસદસભ્ય પૂનમબેન માડમના નેતૃત્વમાં તેમના સીધા માર્ગદર્શન હેઠળ હાલારના બન્ને જિલ્લાને સાંકળતા સાંસદ ખેલ મહોત્સવ-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભવ્ય સમાપન સમારોહ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
પ્રદર્શન મેદાનમાં ઊભા કરાયેલા વિશાળ ડોમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. બન્ને જિલ્લાના રાજકીય આગેવાનો, ખેલાડીઓ, યુવાવર્ગ તથા આમજનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ડોમ પણ ટૂંકો પડ્યો હતો અને આખું પ્રદર્શન મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું.
આ સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી દેશના વિવિધ રાજ્યોના બાળ ખેલાડીઓ, યુવા ખેલાડીઓ સાથે ઓનલાઈન સીધો સંવાદ કર્યો હતો. આ વર્ચ્યુઅલ સંવાદનું જીવંત પ્રસારણ પ્રદર્શન મેદાનમાં જાયન્ટ સ્ક્રીન ઉપરથી કરવામાં આવ્યું હતું.
સમારોહના પ્રારંભે સંસદસભ્ય પૂનમબેન માડમે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટમંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, જિ.પં. પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મનપા સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, કોર્પોરેટરો, જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial