Advertisement
Author: નોબત સમાચાર

મોટરમાં રોકડ સાથેની બેગ ભૂલી ગયેલા ખેતમજૂરની વ્હારે આવી કમાન્ડ કંટ્રોલ ટીમ

ગણતરીની કલાકોમાં બેગ શોધીને પરત કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ખંભાળિયાથી એક ખેતમજૂર પોતાના વતન જવા માટે ગઈકાલે ખાનગી મોટરમાં બેસી જામનગર આવ્યા ત્યારે રૂ.૯ર૭૦૦ રોકડા સાથેનું બેગ મોટરમાં ભૂલી ગયા હતા. તેની વ્હારે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફે ગણતરીની કલાકોમાં તે બેગ ખેતમજૂરને પરત અપાવી છે.

ખંભાળિયા પંથકમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વતની કમલેશ રામસિંગ સીંગળ નામના શ્રમિક ખંભાળિયાથી ગઈકાલે જામનગર આવવા માટે એક ઈકો મોટરમાં રવાના થયા હતા.

ખેતમજૂરીની એકઠી થયેલી રકમ રૂ.૯૨૭૦૦ અને કપડા ભરેલી એક બેગ સાથે કમલેશભાઈ પોતાના પત્ની, બાળકો સાથે વતનમાં જતા હતા. તેઓ જ્યારે જામનગરમાં સાતરસ્તા પાસે મોટરમાંથી ઉતર્યા ત્યારે આ બેગ મોટરમાં ભૂલી ગયા હતા. મોટરની તેઓએ શોધખોળ કર્યા પછી પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી મદદ માંગી હતી.

કમાન્ડ સેન્ટરના પીએસઆઈ બી.બી. સીંગલની સૂચનાથી સ્ટાફ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા. જેમાં મોટરના નંબર પ્રાપ્ત થયા હતા. તે મોટરના માલિકનો ટેલિફોનિક સંપર્ક કર્યા પછી તે મોટર ખાવડી પાસે પહોંચી હોવાનું જણાઈ આવતા તેના ચાલકને મેઘપર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બેગ આપી દેવા પોલીસ દ્વારા સુચના આપવામાં આવી હતી અને તેના પગલે આ બેગ મેઘપર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાઈ હતી અને ત્યાંથી મૂળ માલિક-ખેતમજૂર કમલેશભાઈને તે બેગ પરત મળવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh