Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તથા ઓખા નગરપાલિકાને
દ્વારકા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દ્વારકાનગરપાલિકા તથા ઓખા નગરપાલિકા હદ વિસ્તારમાં દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ સમક્ષ તા. ૩૦-૯-ર૦ર૪ સુધીમાં રજૂ થયેલ લે-આઉટ પ્લાન મંજુર કરવા, બાંધકામની પરવાનગી, કમ્પ્લીશન સર્ટીફિકેટ આપવાની સત્તા દ્વારકા તથા ઓખા નગરપાલિકાને તા. ૩૦-૯-ર૦રપ સુધીની આપવામાં આવી હતી.
હવે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ બન્ને નગરપાલિકાઓને લે-આઉટ પ્લાન મંજુર કરવા, બાંધકામની પરવાનગી આપવી તથા કમ્પલીશન સર્ટીફિકેટ આપવાની સત્તા તા. ૩૧-૩-ર૦ર૬ સુધી લંબાવાઈ છે. જેના કારણે દ્વારકા તથા ઓખા શહેરમાં બાંધકામના વિકાસ કામોને વેગ મળશે તથા મંજુરીના વિલંબના કારણે ઠપ્પ થયેલા કામો શરૂ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial