Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃક્ષોનો સોથ વળ્યોઃ વીજવાયરો તૂટતા વીજપુરવઠો ખોરવાયો
ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બે દિવસથી હેવી વીજ ઉપકરણો ટ્રાન્સફોર્મરો લઈને નીકળતા ટ્રેઈલર ટ્રક દ્વારા ત્રાસ વર્તાવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. તથા અનેક જગ્યાએ વૃક્ષોનો સોથ વળી ગયો હતો તથા વીજ વાયરો તૂટ્યા હતા.
આગલા દિવસે રામનગર તથા ગુંદમોરા વિસ્તારમાં ૧૫૦ ટનથી વધુ વજનના હેવી વીજ ઉપકરણો લઈને નીકળેલા ટ્રોલી ટ્રકે અનેક સ્થળે વૃક્ષો અને અનેક સ્થળે વૃક્ષોની મોટી ડાળો તુટી ગઈ હતી. તો એક-બે મોટા જુના વૃક્ષો પણ ધરાશયી થયા હતા, અને વીજ વાયરો આ ઊંચા ટ્રેલરમાંથી નીકળતા ફસાઈને તુટી જતા વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયો હતો, લોકો પરેશાન થયા હતા.
સતત બીજા દિવસે હેવી ટ્રક-ટ્રેલરનો ત્રાસ
આગલા દિવસે ગુંદામોરા વાડી તથા પોરબંદર તરફજથી આવતા ખંભાળીયાના રસ્તા પર આ ઊંચા હેવી વીજ ઉપકરણોવાળા ટ્રેલરવાળાએ ત્રાસ આપ્યા પછી ગઈકાલે રાત્રે એકાદ વાગ્યે આવું જ ટ્રેલર ફરીથી પોરબંદર રોડ પરથી ખંભાળીયા રામનાથ વિસ્તારમાં નીકળતા ફરી અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો. તથા વીજ વાયરો તુટતા રાત્રે કલાકો સુધી વીજ પુરવઠો બંધ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. તથા રાત્રે કાર્ય. ઈજનેર તથા ડે.ઈજનેરને પણ લોકોએ જગાડયા હતા.
અકસ્માતનું જોખમ
સતત બે દિવસથી નીકળતા આ ટ્રેલરના ત્રાસ તથા વૃક્ષો અને પર્યાવરણને થયેલ નુકસાન અંગે તથા લોકોને થયેલ પરેશાની, વીજ પુરવઠો કલાકો સુધી જતા લોકોને ગરમીમાં રાત્રિ જાગરણ થયું, વિગેરે મુદૃાઓને લઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ ઊઠી છે અને વહીવટી તંત્રને ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial