Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પીજીવીસીએલના અધિકારી વતી લાંચ લેતો લાઇનમેન એસીબીના છટકામાં સપડાયો

રૂપિયા ૮૦ હજાર રોકડા સ્વીકારતા જ એસીબી સ્ટાફ પ્રગટયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૮: જામનગરની વિજ કંપની ની શાપર માં આવેલી સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર તથા તેના વતી રૂૂપિયા ૮૦ હજારની લાંચ લેવા ગયેલા લાઈન મેનને ગઈકાલે એસીબી સ્ટાફે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.

જામનગરમાં વસવાટ કરતા અને ખંભાળિયા ધોરીમાર્ગ પર ગેસ્ટ હાઉસ ચલાવતા એક વેપારીએ પોતાના ગેસ્ટ હાઉસમાં વીજ લોડ વધારવા તથા નવું વીજ જોડાણ મેળવવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઁપીજીવીસીએલ)ની સાપર સબ-ડિવિઝન કચેરીમાં અરજી કરી હતી. લાંબા સમય સુધી અરજીનો નિકાલ ન થતાં અરજદારે કચેરીમાં જઈ તપાસ કરી હતી.

તપાસ દરમિયાન સ્થળ પર નવું ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવું પડશે તેમજ નવું મીટર લગાવી વીજ જોડાણ આપવામાં આવશે તેવી માહિતી મળ્યા પછી અરજદારનો સંપર્ક નાયબ ઇજનેર ઋષિભાઈ દિનેશચંદ્ર પરમાર સાથે થયો હતો. ઋષિ પરમારે પોતાની વીજ લોડ વધારી આપવા અને નવું જોડાણ મંજૂર કરવા બદલ રૂૂ. ૧ લાખની લાંચની માંગણી કરી હતી.તે વેળાએ રકઝક થયા પછી રૂૂપિયા ૮૦ હજાર આપવાનું ઠરાવાયું હતું.

લાંચની માંગણીથી કંટાળેલા અરજદારે જામનગર સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે છઝ્રમ્ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગઈકાલે  ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. સૂચના મુજબ ફરિયાદીએ રૂૂ. ૮૦ હજારની રકમ આપવા તૈયારી દર્શાવી હતી. દરમિયાન નાયબ ઇજનેર ઋષિ પરમાર વતી લાંચની રકમ સ્વીકારવા માટે આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા મનોજ દૂંગારામ પ્રજાપતિ ત્યાં પહોંચ્યા હતા. મનોજ પ્રજાપતિએ રૂૂ. ૮૦ હજારની લાંચની રકમ સ્વીકારતાં જ ટીમે દરોડો પાડી તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આગળની કાર્યવાહી દરમિયાન નાયબ ઇજનેર ઋષિ પરમારની પણ અટકાયત કરી હતી. બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh