Advertisement
Author: નોબત સમાચાર

મોજપ ગામ પાસે ટ્રેન નીચે આવી જતાં યુવકનું મૃત્યુ

કઈ રીતે ટ્રેન હેઠળ કચરાયા તેની શરૂ કરી તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મોજપ ગામ નજીક ગઈકાલે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મીઠાપુરના દાદુભા સુમનિયા નામના યુવક ધમધમાટ પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ પામ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મીઠાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પ્રાથમિક તબક્કે યુવક કઈ પરિસ્થિતિમાં ટ્રેનની અડફેટે આવ્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે અકસ્માત કે અન્ય કોઈ કારણ અંગે તપાસ શરૂૂ કરી છે. પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી પછીવધુ વિગતો બહાર આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh