Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુરની બેંક ઓફ બરોડા શાખાનો વિચિત્ર કિસ્સો
મીઠાપુર તા. ૧૭: મીઠાપુરની બેંક ઓફ બરોડા શાખાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ બેંકના ખાતેદાર વીણાબેન દીપકકુમાર ગોકાણીએ તા. ૧૪ ઓગસ્ટ ર૦ર૬ ના દિને રૂ।. અઢી લાખની રોકડ રકમ જમા કરાવી હતી, પણ આ રકમ તેના ખાતામાં જમા થઈ ન હતી. આથી તેમણે બેંકમાં હેડ કેશિયર ડેનીશભાઈનો ફોન ઉપર સંપર્ક કરતાતેમણે ઊડાવ જવાબો આપ્યા હતાં. રજાના દિવસે (૧પ ઓગસ્ટ) શા માટે ફોન કર્યો તેવો સવાલ પૂછયા પછી તેમણે ખાતેદાર વીણાબેન ગોકાણીને ફોન પર જણાવ્યું હતું કે તમે બેંકની મૂળ રશીદ લઈને આવો, તમને તમારા રૂ।. અઢી લાખ પરત આપી દેવામાં આવશે.
આ સમગ્ર ઘટનાને કારણે ગ્રાહકોના નાણાના સંચાલન અને બેંકની આંતરિક પ્રક્રિયા અંગે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જો ૧૪ ઓગસ્ટ ર૦ર૬ ના બેંક દ્વારા રકમ સત્તાવાર રીતે સ્વીકારીને જમા કરવામાં આવી હતી, તો પછી રજાના દિવસે એ જ રકમ રોકડમાં કેવી રીતે પરત આપવાની ઓફર કરવામાં આવી? વધુમાં શું આ પ્રકારની કાર્યવાહી કાયદેસર છે અને શું તે બેંકના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર છે? આ તમામ મુદ્દાઓની સંપૂર્ણ તપાસ કરીને લેખિતમાં સ્પષ્ટતા કરવામાં આવે તેવી તથા ખાતેદારની રૂ।. અઢી લાખની રકમ તેના ખાતામાં તાત્કાલિક જમા કરાવવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial