Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘાસચારાની તંગી અંગે આમઆદમી પાર્ટીનું આવેદન

અપૂરતા વરસાદથી સમસ્યાઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદ ખેંચાતા લીલા તથા સૂકા ઘાસચારાની સ્થિતિ વિકટ થઈ ગઈ છે. ભાવો આસમાને તથા પાણીના અભાવે આમઆદમી પાર્ટીના કિસાન સેલના બલદેવ ગઢવીની આગેવાનીમાં પશુપાલકો તથા માલધારીઓ દ્વારા સામૂહિક રીતે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપી તાકીદે યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી હતી.

દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના માલધારીઓ તથા પશુપાલકો ઘાસચારાની તંગી તથા ખૂબ જ ઊંચા ભાવોથી પરેશાની ભોગવી રહ્યા છે. તાકીદે ઘાસચારા અંગે યોગ્ય કરવા માંગણી કરાઈ હતી.

તાત્કાલિક દરેક તાલુકામાં સરકારી ઘાસડેપો શરૂ કરવા, સબસીડી દરે ખેડૂતો-પશુપાલકોને ઘાસચારો પૂરો પાડવા, માલધારી કે જેમની આજીવીકા પશુઓ ઉપર છે અને તેમના માટે પશુ આહાર તથા ઘાસચારા માટે વિશેષ સહાય જાહેર કરવા, તાકીદે દુષ્કાળ રાહતના પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી.

આમઆદમી પાર્ટીના બલદેવ ગઢવી સાથે માલધારી આગેવાનો પુનરાજ ગઢવી, કિશનભાઈ ગઢવી, રાજુભાઈ ભરવાડ, દેવાભાઈ ભરવાડ, નગાભાઈ ગઢવી, કરણભાઈ ભરવાડ, નેજાભાઈ ભરવાડ વગેરે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh