Advertisement
Author: નોબત સમાચાર

વંદે માતરમ્ના અપમાનના વિરોધમાં ભાજપ દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ

ખંભાળીયા શહેરમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૮: કોંગ્રેસ દ્વારા વંદે માતરમ્ ભારતના રાષ્ટ્રીય ગાનનું અપમાન કર્યું હોય, ભાજપ દ્વારકા જિલ્લા દ્વારા શહેરમાં કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ખંભાળીયા નગરપાલિકા બગીચા પાસેથી શરૂ થયેલ આ કેન્ડલ માર્ચમાં કેન્ડલ સાથે તથા ભારતના રાષ્ટ્ર ધ્વજ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તથા રાષ્ટ્રપ્રેમી લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં કેન્ડલ માર્ચ કરી વંદે માતરમ્ તથા ભારત માતા કી જયના નારા લગાવાયા હતા.

કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર પ્રમુખ મિલનભાઈ જોશી, ન.પા. પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, અશોકભાઈ કાનાણી, ધીરૂભાઈ ટાકોદરા, રાજ પાબારી, કિરીટભાઈ ખેતીયા, હસુભાઈ ધોળકીયા વગેરે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh