Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીયુવીએનએલની ટીમ દોડી આવીઃ
જામનગર તા. ૧૮: જામનગરના કાલાવડ નાકા બહારના સોસાયટી વિસ્તારોમાં આજ સવારથી વીજ કંપની દ્વારા જીયુવીએનએલની ટીમને સાથે રાખી વીજચોરી પકડવા ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા ગરીબ નવાઝ પાર્ક સેટેલાઈટ સોસાયટી તેમજ અલસફા સોસાયટીમાં આજ સવારથી જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ટૂકડીની સાથે વડોદરાથી જીયુવીએનએલની ટૂકડી વીજ ચેકીંગ માટે ત્રાટકી હતી.
આ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગમાં કેટલાક મકાનો તથા દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે સ્થળે આવેલા વીજ મીટર તથા જોડાણ અંગે ચકાસણી કરવા ઉપરાંત વીજચોરી પકડી પાડવા ચેકીંગ યથાવત રાખવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial