Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શીવાલયોમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભોળાનાથને ભવ્ય શણગાર

                                                                                                                                                                                                      

છોટીકાશી તરીકે વિખ્યાત એવા જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દેવાધીદેવ મહાદેવને અલૌકીક શણગાર કરવામાં આવ્યો છે. જામનગર શહેરના તમામ શીવ મંદિરોમાં ભગવાન શીવજીને ભવ્ય શણગાર યોજાયો હતો. જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ગુલાબી શ્રૃંગાર રજત શિવલીંગ, પુષ્પ રંગોળી, દીપમાળા તેમજ થાળના દર્શન, શહેરના ધનબાઈના ડેલા પાસે આવેલ ચારણફળીમાં ર૭ વર્ષથી શ્રી ખીમા મામા યુવક મિત્ર મંડળ દ્વારા શ્રાવણ મહિનાના સોમવારે રામેશ્વર મહાદેવ મંદિરમાં શીવજીના બાર જ્યોતિર્લિંગના દર્શનની ઝાંખી યોજાઈ હતી.ગાંધીનગરમાં આવેલા શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતિ સ્વરૂપ નટરાજના દર્શન યોજાયા હતાં. બેડી વિસ્તારમાં આવેલા બેડેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાલેશ્વરરાય ચાંદી સ્વરૂપના દર્શન યોજાયા હતાં. શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલ લોહાણા મહાજન વાડીમાં ભીમા શંકર મહાદેવને ઘી ની મહાપૂજાની વિશેષ ઝાંખીના દર્શન યોજાયા હતાં. ગૌરી શંકર મહાદેવના મંદિરમાં શીવજીને વિશેષ શણગાર રૂપે ખાટુશ્યામ બાબાનો શણગાર કરાયો હતો.  શહેરના વિખ્યાત એવા કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરમાં તો શ્રાવણ મહિનામાં દરરોજ અલગ-અલગ ઝાંખી મહાદેવને કરવામાં આવે છે ત્યારે ગઈકાલે સોમવારે પણ ભોળાનાથને ભવ્ય રંગોળીનો શણગાર તેમજ થાળ ધરવામાં આવ્યો હતો.  મોડી રાત્રી સુધી શહેરના તમામ શીવાલયોમાં ભગવાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh