Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સની મુંબઈના માહીમમાંથી અટકાયતઃ
જામનગર તા. ૧૮: ખંભાળિયાના પોલીસ મથકમાં ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલા એનડીપીએસના એક ગુન્હામાં સંડોવાયેલા મુંબઈના શખ્સને એલસીબી તથા એસઓજી ટીમે મુંબઈમાંથી પકડી પાડ્યો છે. જ્યારે દ્વારકાના દારૂબંધી ભંગના એક ગુન્હામાં જોગવડના એક શખ્સની પણ અટકાયત કરાઈ છે. ખંભાળિયા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુન્હો નોંધાયો હતો. જેમાં આરોપીઓની ધરપકડ કરાયા પછી મહારાષ્ટ્રના મુંબઈના માહીમમાં રહેતા ફૈઝલઈકબાલ અબ્દુલકાદર મેમણ ઉર્ફે ચાઈ નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.
આ શખ્સ ત્રણેક વર્ષથી હાથતાળી આપતો હતો. ઉપરોક્ત આરોપી અંગે દ્વારકા એલસીબીને બાતમી મળતા પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળની પોલીસ ટીમ તથા એસઓજીના એએસઆઈ ઈરફાન ખીરા વગેરે પોલીસકર્મી માહીમ ધસી ગયા હતા. ત્યાંથી આ શખ્સને દબોચી લેવાયો છે.
દ્વારકા પોલીસ મથકમાં ચાલુ વર્ષમાં નોંધાયેલા દારૂબંધી ભંગના એક ગુન્હામાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના ખીમરાજ નાગસુર સોમાત ઉર્ફે ખીમાનું નામ ખૂલ્યું હતું. આ શખ્સને દ્વારકા એલસીબીએ પકડી પાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial