Advertisement
Author: નોબત સમાચાર

રંગ ભર્યું નાનું રૂપાળું મારૃં ગામડું

ભાવનગરના ભૂલકાંઓનો સંગીતમય આલ્બમ

                                                                                                                                                                                                      

ભાવેણા કલા નગરી તરીકે જાણીતી છે ત્યારે નાના નાના ભૂલકાંઓ પણ આ કલાના રંગે રંગાઈ ભાવનગરના ગૌરવ માટે મક્કમ છે. ભાવેણાના ત્રણ નાના ભુલકાઓની રંગ ભર્યું નાનું રૂપાળું ગામડું વિડીયો આલ્બમમાં કૃતિ ખરેખર બાળપણ અને ગામડાની યાદ અપાવે છે.

ભાવનગરની અમર જ્યોતિ સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલના સંગીત શિક્ષક અને સંગીતકાર ધ્રુવ પંડયા દ્વારા રજૂ કરવામાં આવેલો ગુજરાતી મ્યુઝિકલ પ્રોજેક્ટ રંગભર્યું નાનું રૂપાળું મારૃં ગામડું સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની રહૃાો છે. ધ્રુવ પંડ્યાને બાળપણમાં શિક્ષકે તેમને રંગ ભર્યું નાનું રૂપાળુ મારૃં ગામડું' કાવ્ય શીખવ્યું હતું. વર્ષો બાદ આ જ કાવ્યને સંગીત સ્વરૂપ આપવાનો વિચાર આવ્યો અને પોતાની જન્મભૂમિ સાથે જોડાયેલી યાદોને તેમણે આ પ્રોજેકટમાં જીવંત કરી. આ સમગ્ર પ્રોજેકટની કલ્પના, સંગીત, રેકોર્ડિંગ, મિકસિંગ-માસ્ટરિંગ, દિગ્દર્શન, શુટીંગ અને વિદ્યાર્થીઓની તાલીમ ધ્રુવ પંડ્યાએ સંભાળી છે.

પ્રોનેકટમાં ધોરણ ૩ માં અભ્યાસ કરવા રિવાન રાઠોડ, સ્વરા શેઠ અને હિયા રાઠોડ એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ નાની ઉંમરના કલાકારોએ કલાકો સુધી ઘણી વખત રાત સુધી સતત રિયાઝ અને પ્રક્ટિસ કરી ગીતને સુંદર રીતે રજૂ કરવા માટે મહેનત કરી છે. ધ્રુવ પંડ્યાના માર્ગદર્શન અને ત્રણેય બાળકોની સતત મહેનતથી તૈયાર થયેલું મારૃં ગામડું માત્ર એક ગીત નહીં, પરંતુ ગામની માટી, બાળપણની યાદો અને નવી પેઢીની પ્રતિભાનું સુંદર સંગમ બની રહૃાું છે. ગ્રીનસિટી અભિયાનના પ્રણેતા અને પર્યાવરણ પ્રેમી દેવેનભાઈ શેઠના પરિવારની સ્વરા શેઠ સહિતના નાનકડા ભૂલકાંઓએ મળી કુદરત, ગ્રામ્ય જીવનશૈલી અને સ્નેહની સરવાણીને ઉજાગર કરતું એક ગીત એક વિડિયો સ્વરૂપે તૈયાર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh