Advertisement
Author: નોબત સમાચાર

ડાર્ક ફિલ્મવાળી મોટર પર રાખશે બાજનજરઃ

મોટર માલિકને બોલાવવામાં આવશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર પોલીસ દ્વારા હવેથી ધોરીમાર્ગાે તેમજ જુદા જુદા રસ્તાઓ પરથી પસાર થતી મોટર કે જેમાં ડાર્ક ફિલ્મ લગાડેલી હોય તેવી મોટરોને લક્ષમાં લઈ તેના માલિકને પોલીસ સ્ટેશન બોલાવી મોટરમાંથી ફિલ્મ દૂર કરાવવાની કાર્યવાહી આરંભાઈ છે. આ કાર્યવાહીમાં એક મોટર મળી આવી હતી.

જામનગરમાં પોલીસ દ્વારા યોજવામાં આવતી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કાળા કાચવાળી મોટરોને પણ પકડી પાડી કાળી ફિલ્મ દૂર કરાવવામાં આવી રહી છે. તે દરમિયાન પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા હવેથી પોલીસ દ્વારા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી કાળા કાચવાળા વાહનો પર બાજનજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં તે અંગે સૂચના આપવામાં આવ્યા પછી એસપી ડો. રવિમોહન સૈની દ્વારા સ્ટાફને તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હેડકવાર્ટર ડીવાયએસપી વી.કે. પંડયાની સૂચનાથી જામનગરના વિવિધ ધોરીમાર્ગ પર આ અંગે ડ્રાઈવ શરૂ થઈ છે.

તે દરમિયાન  સીસીટીવી સર્વેલન્સમાં જીજે-૧૦-ડીએન ૫૧૧૨ નંબરની મોટર કાળા કાચવાળી હોવાનંુ જણાઈ આવતા આ મોટરના ચાલક તથા માલિક અંગે વિગતો મેળવી પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. નેત્રમ ટીમના પીએસઆઈ બી.બી. સીંગલ, ટ્રાફિક શાખાના પીઆઈ એસ.વી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા વિવિધ માર્ગાે પર સીસીટીવીની મદદથી ડાર્ક ફિલ્મવાળી મોટર પર સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh