Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨,૪૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરતી એલસીબીઃ
જામનગર તા. ૧૯: દ્વારકા નજીકના લાડવા ગામની સીમમાં એક ખેતર સ્થિત મકાનમાં રમાતા જુગાર પર ગઈકાલે દ્વારકા એલસીબીએ દરોડો પાડતા નવ શખ્સ ગંજીપાના રમતા ઝડપાયા છે. રૂ।.૨,૪૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
દ્વારકા તાલુકાના લાડવા ગામની સીમમાં એક ખેતર સ્થિત મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે પીઆઈ એન.એચ. જોષીની સૂચના અને પીએસઆઈ એમ.આર. સવસેટાના વડપણ હેઠળ ભીમાભા લાલાભા નામના આસામીના ખેતરમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ભીમાભાને નાલ આપી જુગાર રમી રહેલા વેજાભા સાર્દુભા જામ, હધુભા ભીખાભા નાયાણી, અંકિત ભીખારામ દુધરેજીયા, છગન ખેતાભાઈ લધા, જેસાભા લાલાભા ભથડ, મનુભા રામશીભા માણેક, ભાવુભા જીવાભા વાધા, કનૈયાભા ગગાભા વાધા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧,૧૦,૨૦૦ રોકડા, સાત મોબાઈલ, ચાર બાઈક મળી કુલ રૂ।.૨,૪૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. તમામ નવ સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial