Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોરાક-ઔષધ નિયમન વિભાગ દ્વારા તપાસણીઃ
જામનગર તા. ૧૯: ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા પરિવહન પર મુકાયેલા પ્રતિબંધ અન્વયે જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. ૦૬ થી ૧૨ ઓગસ્ટ સુધી કુલ ૧૨૧ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ૪૪.૦૨ કિલો એનાલોગ ચીઝ, ૪.૫ કિલો એનાલોગ પનીર, ૬.૫ કિલો અખાદ્ય પનીર અને તેમજ અન્ય ૪૦૦ કિલોગ્રામ વાસી ખોરાક મળી અંદાજીત રૂ।. ૬૩,૧૦૦ની કિંમતના અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગેની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈ પણ પેઢી કે વેપારી દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર,એનાલોગ ચીઝ કે એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ,વેચાણ કે પરિવહન કરતા જણાશે તો તેમની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધિત સર્વેને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial